શિલ્પા શેટ્ટી તેમજ સોહા અલી ખાને કંઈક આવી રીતે કરી હોળીની ઉજવણી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-03-08 16:02:12

હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરથી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે. સેલિબ્રેટીઓ પણ ધૂળેટીની ઉજવણી કરતા નજરે પડ્યા છે. પોતાના સોશિયલ મીડિયા પર પર્વના ઉજવણીના ફોટો શેર કરી રહ્યા છે. સોહા અલી ખાન તેમજ શિલ્પા શેટ્ટીએ ધૂળેટીની ઉજવણી ખાસ રીતના કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

  

સોહા અલી ખાને પરિવાર સાથે કરી ઉજવણી 

પોતાના સોશિયલ મીડિયા પર સોહા અલી ખાને વીડિયો શેર કર્યો છે જેમાં પોતાના પરિવાર સાથે હોળીની ઉજવણી કરતા દેખાયા હતા. 5 વર્ષની દીકરી અને પોતાના પતિ સાથે તહેવાર મનાવ્યો હતો.વીડિયોમાં સોહા પોતાની 5 વર્ષની દીકરી અને પતિ કુણાલ ખેમુ સાથે હોળી રમતા દેખાઈ હતી.


ફૂલોથી શિલ્પા શેટ્ટીએ રમી હોળી

શિલ્પા શેટ્ટીએ પણ પોતાના અલગ અને ખાસ અંદાજમાં હોળીની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો જેમાં તે ફૂલોથી હોળી રમતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ હોળી ખેલે ગીત પર ડાન્સ પણ કર્યો હતો. મસ્તીનો વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું કે રંગોના આ તહેવાર હોળી તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાના રંગો લાવે, હેપી હોલી. ગઈકાલે કરીના કપૂર તેમજ કરિશ્મા કપૂરની હોળીની ઉજવણીનો વીડિયો સામે આવ્યો હતો. તે ઉપરાંત અનેક સેલિબ્રિટિના ફોટા સામે આવ્યા હતા.       

सिद्धार्थ मल्होत्रा ने फर्स्ट होली विद Mrs लिखकर शेयर की फोटो।


करीना कपूर ने अपने बेटों तैमूर-जेह के साथ होली पर प्यारी सी फोटो शेयर की है। इस फोटो में तैमूर-जेह सिर से लेकर पैर तक भीगे और रंगे हुए नजर आ रहे हैं। होली सेलिब्रेशन में सैफ नजर नहीं आए। करीना ने कैप्शन में लिखा- मिस यू सैफ।

कृति खरबंदा ने सिंपल लुक में शेयर की होली की फोटो।



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .