આ દેશના લોકો પાણી માટે મારે છે વલખા! એક-એક બુંદનો આપવો પડશે હિસાબ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 16:48:45

આપણે એવા અનેક કિસ્સાઓ જોતા હોઈએ છીએ જેમાં પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થતો હોય છે. પાણીનો દુરૂપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ જો આપણને એક દિવસ પણ પાણી ન મળે તે વખતે આપણને પાણીની કિંમત સમજાય છે. વાત આજે એટલા માટે કરવી છે કારણ કે ટ્યુનિશિયાના લોકોને ખબર પડતી હશે કારણ કે ત્યાં પીવાના પાણી માટે કોટા સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. 6 મહિના સુધી કોટા સિસ્ટમ પ્રમાણે પાણી આપવામાં આવશે. મતલબ કે માપી-માપીને પાણી લોકોને આપવામાં આવશે. દુકાળ પડવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


આપણને નથી પાણીની કદર!  

આપણે ત્યાં કહેવત છે કે જળ ત્યાં જીવન. જળ વિના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. આપણને કહેવામાં આવતું હતું કે 70 ટકા પૃથ્વી પાણીથી ભરાયેલી છે. પ્રકૃતિએ હાથ ખોલીને આપણને પાણી આપ્યું છે પરંતુ આપણી સાચવણીના અભાવને અને પાણીની કિંમત ન હોવાને કારણે આપણે પાણીને સાચવી શકતા નથી. જેને કારણે નુકસાન વેઠવાનો વારો આવે છે. આપણને પાણી સરળતાથી મળે છે જેને કારણે આપણને પાણીની કિંમત નથી. 


પાણીનો દુરૂપયોગ કરવા બદલ કરાશે કાર્યવાહી!

પરંતુ એક ટીપા પાણીની કિંમત શું છે તે ટ્યુનિશિયાના લોકોને ખબર પડતી હશે કારણ કે ત્યાં પીવાના પાણી માટે કોટા સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. 6 મહિના સુધી આ નિયમ લાગુ રહેશે. ખેતી માટે પીવાના પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રોમાં તેમજ ગાડીની સફાઈ માટે પણ પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જો તમે પ્રમાણ કરતા વધારે પાણીનો ઉપયોગ કરાશે તો નાગરિક વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે જેમાં દંડ તેમજ જેલની સજાનો સમાવેશ થાય છે.   



જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.