અમદાવાદ સંગીતથી ઝુમ્યું અંતાક્ષરી મહોત્સવ 2026 કોણ બન્યું વિજેતા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-23 17:09:52

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026

અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું. 

કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર અને કોણ વિજેતા બન્યું?

કાર્યક્રમની શરૂઆત જાણીતા ગાયક અરવિંદ વેગડા ના જીવંત પરફોર્મન્સથી થઈ. તેમના લોકપ્રિય ગીતોએ હાજર તમામ લોકોને ઝૂમતા કરી દીધા અને સમગ્રમાહોલ સંગીતમય બની ગયો. ત્યારબાદ અંતાક્ષરીની સ્પર્ધા શરૂ થઈ, જેમાં ત્રણ રાઉન્ડમાં ટીમોએ પોતાની યાદશક્તિ, સંગીત પ્રત્યેનો પ્રેમ અને ઝડપી જવાબ આપવાની ક્ષમતા બતાવી. દરેક રાઉન્ડ સાથે સ્પર્ધા વધુ રસપ્રદ અને રોમાંચક બનતી ગઈ. દર્શકો પણ ઉત્સાહપૂર્વક દરેક ટીમને પ્રોત્સાહન આપતા રહ્યા. ત્રણ રાઉન્ડ પછી ફાઈનલમાં પાંચ ટીમોએ પોતાની જગ્યા બનાવી. આ ફાઈનલ મુકાબલો ખૂબ જ જબરદસ્ત રહ્યો. અંતે Rotary Club of Ahmedabad Airport વિજેતા બની અને ગૌરવ મેળવ્યું. હોસ્ટ ક્લબ Rotary Club of Ahmedabad Majesty ફર્સ્ટ રનર-અપ રહ્યો, જ્યારે Rotary Club of Supreme સેકન્ડ રનર-અપ બન્યો. 

કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોની હાજરી 

આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ઇનકમિંગ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, આસિસ્ટન્ટ ગવર્નર તેમજ વિવિધ ક્લબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. તમામ મહાનુભાવો અને સભ્યોએ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક માણ્યો અને ટીમોને પ્રોત્સાહિત કરી. સમગ્ર આયોજન ખૂબ જ વ્યવસ્થિત અને સફળ રહ્યું. Rotary Club of Ahmedabad Majesty ના પ્રમુખ ગુણવંત ઢોલરીયા, સેક્રેટરી પ્રદીપ તિવારી અને સમગ્ર બોર્ડ મેમ્બર્સે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. પાસ્ટ પ્રેસિડેન્ટ દેવેન્દ્ર મહેતાએ પ્રોજેક્ટ ચેર તરીકે અગત્યની જવાબદારી સંભાળી અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કાર્યક્રમનું સંચાલન જાણીતી ગાયિકા નિકિતા શાહ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ જીવંત અને રસપ્રદ બન્યો. ખાસ વાત એ રહી કે માત્ર સ્પર્ધકો જ નહીં, પણ ઓડિયન્સમાં બેઠેલા લોકોને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેનાથી સૌમાં ખુશીનો માહોલ સર્જાયો.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે