કોણ જાણી શક્યું કાળને રે ઓચિંતાનું કેવું થાશે! હાર્ટ એટેકને કારણે રાજકોટના યુવાનનું થયું મોત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-24 10:35:40

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ત્રણ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડો જાણકારી કરતા પણ વધારે હોઈ શકે છે. સુરત અને મોરબીથી હાર્ટ એટેકને કારણે યુવાનના મોત થવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે રાજકોટમાં પણ એક યુવાન હાર્ટ એટેકનો ભોગ બની ગયો છે. 19 વર્ષીય યુવક બાથરૂમમાં અચાનક પડી ગયો હતો. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર થાય તે પહેલા તેનું મોત થઈ ગયું હતું.      


19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે થયું મોત!

કોણ ક્યારે મોતને ભેટશે તે જાણી શકાતું નથી. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે મોરબી અને સુરતમાં યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે ત્યારે 19 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો છે. એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સાજો દેખાતો માણસ હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. ત્યારે રાજકોટમાં 19 વર્ષીય આદરેશ સાવલિયા નામનો વ્યક્તિની મોત હાર્ટ એટેકને કારણે થયું છે. હોસ્પિટલ લઈ જવાય તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો. યુવકનું મોત થવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.     


આવી અણધારી વિદાય પરિવાર માટે કષ્ટદાયક હોય છે! 

કોઈ ડાન્સ કરતી વખતે, કોઈ ક્રિકેટ રમતી વખતે તો કોઈ વાહન ચલાવતી વખતે કાળનો કોળિયો બની મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વાહન ચલાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેને લઈ મોપેડ પરથી નીચે પટકાયા હતા અને ઈજાઓ પણ પહોંચી હતી. તે સિવાય મોરબીમાં પણ એક યુવકનું પ્રાણ પંખેરૂ હાર્ટ એટેકને કારણે ઉડી ગયું હતું. દરવાજો ખોલવા જતા પહેલા હાર્ટ એટેક આવ્યો અને તેમનું અચાનક મોત નિપજ્યું હતું. પરિવારજનની અચાનક વિદાયથી પરિવારજના સભ્યોની જે હાલત થતી હોય છે તેનો ખ્યાલ તો જેની પર વિતી હોય તેને જ ખબર હોય છે. આવી અચાનક વિદાય કષ્ટદાયક અને પીડા દાયક હોય છે. 




લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.