દિલ્હીમાં પોસ્ટર લગાવી કરાઈ વડાપ્રધાન મોદીને હટાવવાની માગ! વિપક્ષોએ સાધ્યું કેન્દ્ર પર નિશાન, પોલીસે નોંધી 100 લોકો વિરુદ્ધ FIR


  • Published By :
  • Published Date : 2023-03-23 09:23:22

દિલ્હીના અનેક વિસ્તારોમાં મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે. પોસ્ટરો લગાવવાના મામલે 6 જેટલા લોકોની ધરપકડ પણ કરી લીધી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત આ જ મુદ્દાને લઈ 100 જેટલા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ પોસ્ટર કઈ પ્રિન્ટિંગ પ્રેસે બનાવ્યા છે તેની માહિતી સામે આવી નથી. આ મામલો પ્રિંટિગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.         

Image


Image


દિલ્હીમાં લાગ્યા પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટર!

છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત દિલ્હી ચર્ચામાં આવ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે મોદી હટાવો દેશ બચાવો. આ મામલાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલાને લઈ 100 FIR પણ દાખલ કરવામાં આવી છે ઉપરાંત 6 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઓફિસથી નીકળી રહેલી વેનમાંથી પોસ્ટરો મળી આવ્યા હતા.  પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 


પોસ્ટરને લઈ સરકાર પર સાધ્યું નિશાન 

પોસ્ટરો મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વાતને લઈ કટાક્ષ કર્યો છે. આપે લખ્યું હતું કે મોદી સરકારની તાનાશાહી ચરમ સીમા પર છે. પોસ્ટરમાં એવું તો શું આપત્તિજનક છે, જેને લગાવા પર મોદીજીએ 100 FIR દર્જ કરાવી દીધી. પીએમ મોદી તમને લગભગ ખબર નથી કે ભારત એક લોકતંત્રિક દેશ છે, એ પોસ્ટરથી આટલો ડર કેમ?


આમ આદમી પાર્ટી કરી શકે છે પ્રદર્શન 

મળતી માહિતી અનુસાર પોસ્ટરને લઈ આમ આદમી પાર્ટી ગુરૂવારે પ્રદર્શન કરવાની છે. દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન થવાનું છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થઈ શકે છે. 



આ મામલે પોલીસે હાથ ધરી તપાસ  

પોસ્ટર અંગેના સમાચાર મળતા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મીડિયા રિપોર્ટસના અનુસાર આ પોસ્ટરને છાપવા માટે બે પ્રિંટિંગ ફર્મને 50 હજાર પોસ્ટર છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રવિવાર રાતથી સોમવાર સવાર સુધી દિલ્હીના અનેક વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.       




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.