અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું. વર્ષ ૨૦૩૦માં આયોજિત થનારી , કોમનવેલ્થ ગેમ્સ આપણા ગુજરાતના અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. જેની જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝીક્યુટીવ બોર્ડની મિટિંગ પછી કરવામાં આવી છે. ભારત તરફથી ,ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ પણ હાજર છે. વર્ષ ૨૦૩૦માં જે કોમનવેલ્થ ગેમ્સ જે અમદાવાદમાં આયોજિત થવાની છે તેનું મહત્વ એ છે કે, આ પહેલો પ્રસંગ હશે જયારે , ભારતમાં કોઈ મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ દિલ્હીની બહાર આયોજિત થશે. આ પહેલાં ભારતે 2010 કોમનવેલ્થ ગેમ્સ, 1951 અને 1982 એશિયન ગેમ્સની યજમાની કરી છે, અને આ તમામ દિલ્હીમાં યોજાયા હતા.

આપણા ભારત માટે આ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવી કેમ ખાસ છે? કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ તે એક દેશની આંતરરાષ્ટ્રીય છબી, વિકાસ ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિઝનનું પ્રતીક પણ માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, કેનેડા, ન્યુઝીલેન્ડ સહિત 9 દેશોએ તેની યજમાની કરી છે. સૌથી વધુ 5 વખત યજમાની કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. હવે વાત કરીએ, કે આપણા અમદાવાદને કેમ વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે? કોમનવેલ્થની ટીમે બે વખત ગુજરાતનો પ્રવાસ કર્યો છે, જ્યાં તેમણે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. 7 જૂન 2025ના રોજ ભારતીય પ્રતિનિધિમંડળે લંડનમાં પ્રેઝન્ટેશન પછી કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી. 29 ઓગસ્ટ 2025ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ પર હર્ષ સંઘવી, પી.ટી. ઉષા અને અન્ય અધિકારીઓએ લંડનમાં સત્તાવાર બોલી (Bid) જમા કરાવી હતી. અમદાવાદને એક આધુનિક, કોમ્પેક્ટ અને હાઇ-સ્ટાન્ડર્ડ ગેમ્સ સિટી તરીકે રજૂ કરવામાં આવ્યું, જેમાં ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હોય. મુખ્ય વેન્યુ (સ્થળો) તરીકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ પ્રસ્તાવિત છે.

આમ આપણા અમદાવાદમાં જે જબરદસ્ત રમતગમતના આંતરમાળખાની સુવિધા છે તેના કારણે , કોમનવેલ્થની ટીમે અમદાવાદ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ ઈવેન્ટ માત્ર ખર્ચ નથી, પણ રોકાણ છે. 2022ની બર્મિંગહામ ગેમ્સમાં ₹7,800 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ સામે અર્થવ્યવસ્થામાં ₹12,000 કરોડ પરત આવ્યા હતા. આયોજન માટે 20,000થી વધુ સ્વયંસેવકો (વોલન્ટિયર્સ) જોઈશે. હોટલ્સ, ટ્રાન્સપોર્ટ અને બાંધકામક્ષેત્રે હજારો નોકરીઓ ઊભી થશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી વર્લ્ડ ક્લાસ ભેટ મળશે. નવા બ્રિજ, પહોળા રસ્તા અને મેટ્રોની કનેક્ટિવિટી સ્ટેડિયમ સુધી પહોંચશે, જે ગેમ્સ બાદ અમદાવાદીઓનાં જ કામ આવશે. હવે આપણે જાણીએ કે આ કોમનવેલ્થ ગેમ્સ પાછળનો ઇતિહાસ શું છે? કોમનવેલ્થ ગેમ્સ એક મલ્ટી-સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય આયોજન છે, જેમાં બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશોના ખેલાડીઓ ભાગ લે છે. તેમાં હાલમાં 54 સભ્ય દેશો છે. તેની પ્રથમ સિઝન 1930માં કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાઈ હતી અને તેને પહેલા બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતું હતું. 1978થી તેને 'કોમનવેલ્થ ગેમ્સ' નામ આપવામાં આવ્યું. 2030ના આયોજન સાથે કોમનવેલ્થ ગેમ્સ તેના 100 વર્ષ પૂર્ણ કરશે.






.jpg)








