કીર્તિ પટેલ પર થઈ બીજી FIR , ધરપકડ નક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-18 21:06:04

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે.  હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

Who is Kirti Patel | Kirti Patel News- कौन है कीर्ति पटेल? 1.3M फॉलोअर्स  वाली इंफ्लुएंसर पर गुजरात पुलिस ने लगाया PASA एक्ट - News18 हिंदी

મૃગીકુંડમાં સ્નાન પછી , કીર્તિ પટેલ દ્વારા ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે વિવાદ વધારે વકર્યો છે. મૃગીકુંડમાં ડૂબકી બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરીને લખ્યું છે કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇન્દ્રભારતી બાપુની સચાઇ પ્રૂફ સાથે હું કહીશ અને બધી સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ, પણ એ અન્યાય સહન નહીં કરું. આ અગાઉ , કીર્તિ પટેલ ભવનાથમાં ભરતી આશ્રમ ખાતે આયોજિત ભજનના કાર્યક્રમમાં પૈસા ઉડાડતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો પણ સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો હતો. 

Kirti Patel (@kirti.patel.official5143) • Instagram photos and videos

વાત કરીએ કીર્તિ પટેલની તો તેઓ સુરેન્દ્રનગરના વાઘેલા ગામના વતની છે. હાલમાં કીર્તિ પટેલ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કુશલ દર્શન એપાર્ટમેન્ટમાં રહે છે. યુટ્યૂબર કીર્તિ પટેલ મૂળ ફેશન ડિઝાઈનર છે. તેમણે ફેશન ડિઝાઈનરનો કોર્સ કરેલો છે. ત્યારબાદ તેણે કોમેડી વિડિઓ બનાવી યૂટ્યૂબ અને ટિક્ટોકમાં ઝંપલાવ્યું હતું . તેમણે ભૂતકાળમાં નીતિન જાની (ખજૂર ભાઈ) , કાજલ મહેરિયા , દેવાયત ખાવડ , બ્રીજદાન ગઢવી , સાગર પટેલ , ભારતી આશ્રમ , પદ્મિની બા , રાજદીપ સિંહ રીબડા સહિતના ગુજરાતના જાણીતા ચહેરાઓને ટાર્ગેટ બનાવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે