મનસુખ વસાવા કેમ પોલીસ કર્મી પર અકળાયા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-08-02 18:12:11

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. 

Gujarat BJP MP, former Union Minister Mansukh Vasava quits party

નર્મદા જિલ્લાનો સાગબારા તાલુકામાં ખોપી ગામે જંગલની જમીનને લઇને વિવાદ સપાટી પર આવ્યો છે. આ વિવાદમાં ખેડૂતોના સમર્થનમાં MP મનસુખ વસાવાએ પ્રતીકાત્મક ખેતી કાર્યક્રમની જાહેરાત કરી છે. આ માટેની તારીખ ૧લી ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. જોકે , ભારે વરસાદના કારણે આ ખોપી ગામે જે પ્રતીકાત્મક ખેતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેને સ્થગિત રાખવાની જાહેરાત મનસુખ વસાવાએ કરી હતી. આગળની રણનીતિ નક્કી કરવાના હેતુથી તેઓ ખેડૂતો સાથે સંવાદ કરવા માટે ખોપી ગામે જઈ રહ્યા હતા ત્યારે , MP મનસુખ વસાવાને ફરિયાદ મળે છે કે, આદિવાસીઓને હેરાન કરવાના હેતુથી પોલીસ તેમજ વનખાતા દ્વારા સાગબારા તરફ જતો રસ્તો બે બસ મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે. આ પછી , જયારે મનસુખ વસાવા જયારે પોતે સ્થળ પર પહોંચ્યા ત્યારે , ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પોલીસ કાફલા વચ્ચે તકરાર થઈ હતી અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘર્ષણ દરમિયાન કેટલાક પોલીસ અને વન કર્મીઓએ સાંસદ મનસુખ વસાવા સામે અત્યંત અશોભનીય વર્તન કરીને અભદ્ર ગાળો બોલી હોવાનો આક્ષેપ થતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપના સાંસદ અને પોલીસ તથા વનકર્મીઓ આમને-સામને આવી જતાં સ્થિતિ ભારે વણસી હતી. જોકે, સાંસદને ગાળો બોલનાર વન કર્મીઓ અને પોલીસ કર્મીઓ કોણ હતા તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

હવે આપણે જાણીએ કે આખો મામલો છે શું? નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનના હકક મુદ્દે વિવાદ સર્જાયો છે. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે બેઠક કરીને લડતનું આહ્વાન કર્યું છે. આ જમીનના મુદ્દાને લઈને કેટલાક ખેડૂતો ઘણા સમયથી લડત ચલાવી રહ્યાં છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે, જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ ખેડૂતો સાથે અડગ ઉભા રહેશે. તેમણે આ લડત શાંતિપૂર્ણ અને અહિંસક રીતે લડવાનો સંકલ્પ કર્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે