વીજલાઇનની કામગીરીના લીધે જામનગરના ખેડૂતોમાં છે ભારે આક્રોશ


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-07-31 18:38:31

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 

જામનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વીજપોલ અને જમીન સંપાદન મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂતોની મંજૂરી વિના વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ  એકત્રિત થયા હતા. વિરોધ પ્રદર્શન દરમ્યાન ખેડૂતો દ્વારા સરકાર અને વીજ કંપનીઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. વિરલ બાગ ખાતે એકત્ર થયા બાદ ખેડૂતો રેલી રૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા છે. જ્યાં તેમણે રામધૂન ગાઈને અનોખી રીતે વિરોધ કર્યો છે. ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને ખેડૂતોની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ખેડૂત અગ્રણીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ખેડૂતોની સહેમતી વિના ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોને વારંવાર નોટિસો આપી દબાણ કરવામાં આવી રહ્યું છે. જે યોગ્ય નથી. આ ઉપરાંત , જુલાઈ મહિનાની શરૂઆતમાં જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તે પણ અમને મંજુર નથી. જો ખેડૂતોની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નઈ આવે તો , આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. 

ગુજરાત સરકાર દ્વારા આજ મહિનાની ચોથી તારીખે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોને બજારભાવના બે ગણા જેટલું વળતર વીજલાઇનની કામગીરીને લઇને આપવામાં આવશે. પરંતુ , પડધરીથી લઇને મોરબીના ખેડૂતો આ પરિપત્ર સાથે પણ ખુશ નથી કેમ કે, તેમની માંગણી છે કે, તેમની જમીન વીજલાઇન નાખવાની કામગીરીના સંદર્ભમાં સરકારે લીઝ પર લઇ લેવી જોઈએ. આ ઉપરાંત , હાઇટેનશન વીજલાઇન પસાર થવાના કારણે ખેતરમાં કામ કરતા લોકોના જીવનું જોખમ રહે છે ત્યારે ખેડૂતોની અપેક્ષા છે કે, કંપની જમીન માલિકનો વીમો કાઢી આપે. જોવાનું એ રહે છે કે, સરકાર ખેડૂતોની માંગણી માને છે કેમ? 


 



"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.