ગેનીબેને કેમ રાજસ્થાનની જેમ સરકાર બદલવાની વાત કહી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-08-03 21:21:23

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન કે જ્યાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. એક કાર્યકાળ ભાજપનો હોય તો બીજો કાર્યકાળ કોંગ્રેસનો હોય છે. હવે , રાજસ્થાનની આ સરકાર બદલવાની નીતિની વાત બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે થોડાક સમય અગાઉ , થરાદ તાલુકાના અછવાડા ગામેથી પવિત્ર વામેશ્વર મહાદેવજીના મંદિર સુધી એક પદયાત્રામાં ભાગ લીધો હતો. આ સમગ્ર પદયાત્રાનું આયોજન તાલુકા પંચાયતના સભ્ય માંગીલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . આ પદયાત્રા આ વર્ષે સારો વરસાદ વર્ષે તે હેતુથી યોજાઈ હતી. આ પદયાત્રામાં બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. હવે આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે ભાષણ આપતી વખતે કહ્યું છે કે, " જે રોટલો હોય તેને પણ જો તમે બે બાજુ ના શેકો અને એક જ બાજુ શેક શેક કરો રોટલો દાઝી જાય. રાજસ્થાનમાં પાંચ વર્ષ ભાજપ આવે છે પાંચ વર્ષે  કોંગ્રેસ આવે છે પરંતુ હિન્દુત્વ મટી ના જાય. તો અહીં પણ પાંચ વર્ષે બદલાય બંને પક્ષોના આગેવાનો સચવાઈ રહે. " 

 વાત કરીએ , ગુજરાતની ગુજરાતમાં છેલ્લા ૩ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લી વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીઓમાં તો કોંગ્રેસ બેઠકો અને વોટશેરની દ્રષ્ટિએ સૌથી નીચા ક્રમાંકે પહોંચી ગઈ હતી. ત્યારે આવતા વર્ષે એટલેકે, વર્ષ ૨૦૨૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને કેટલી ટક્કર આપી શકે છે?




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે