જયારે હર્ષ સંઘવી અને પરષોત્તમ સોલંકી વચ્ચે થઇ બેઠક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-15 18:32:18

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 

સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો ખુબ જ સમાચારોમાં રહે છે. આજ ભાવનગર જિલ્લામાંથી આવે છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કે જેમણે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી , કેન્દ્રમાં મંત્રી એવા નિમુબેન બામભણીયા , રાજુલાના MLA હીરા સોલંકી અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની હાજરીમાં મંત્રી પરષોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત રમેશ મકવાણાના નિવાસસ્થાને થઇ હતી. જેનાથી અનેક રાજકીય તર્કવિતર્ક હવે શરૂ થઇ ચુક્યા છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મળીને કોળી સમાજ વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 જેટલી બેઠકો પર નિણાર્યક છે. ત્યારે , કોઈ પણ રાજકીય પક્ષ માટે કોળી સમાજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ખુબ જ મહત્વનો છે. 

તાજેતરમાં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેના કારણે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમ કે થોડાક સમય અગાઉ , જયારે બોટાદના હડદડ  મુકામે , કડદા પ્રથાની સામે એક કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેમાં પોલીસ દ્વારા કોળી સમાજના ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે , રાજુલાના MLA હીરા સોલંકી દ્વારા હડદડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. આ પછી બગદાણાની બબાલમાં જયારે નવનીત બાલધીયા પર હિંસક હુમલો થયો ત્યારે પણ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક SITનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કારણે , પરષોત્તમ સોલંકી અને હર્ષ સંઘવી વચ્ચેની આ બેઠકથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થયા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે