SP જયદીપસિંહ જાડેજાએ GUJSITOKનું શસ્ત્ર ઉગામ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-20 21:19:52

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. 

ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં સંગઠિત ક્રાઇમની સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.  જિલ્લાના વેરાવળ તાલુકા , પ્રભાસ પાટણ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં જે ગુનેગારોએ તેમના સાગરીતો સાથે મળીને છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે , વિદેશી દારૂની આયાત , સંગ્રહ અને હેરાફેરી કરી હોય સાથે જ સંગઠિત ગુના આચરેલા છે એ ટોળકીના આઠ આરોપીઓની સામે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOK હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મુસ્તાક ઉર્ફે બાથુ નુરમહંમદભાઈ ચૌહાણ છે અને તેના અન્ય સાત સાગરીતોની સામે SP જયદીપ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જયારે , અન્ય ચાર આરોપીઓ હાલમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જેલમાં છે. આ કેસની આગળની તપાસ DYSP વેરાવળ દ્વારા કરવામાં આવશે.  મુખ્ય સૂત્રધાર મુસ્તાક ઉર્ફે બાથુ નુરમહમંદ ચૌહાણ દ્વારા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને બહારના રાજયો હરિયાણા,રાજસ્થાન, પંજાબ,મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ,મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ.દમણ અને ગોવા જેવા રાજયો/સંઘ પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવી છે સાથે જ આ ટોળકી દ્વારા અન્ય સંગઠિત ગુનાઓ પણ કરવામાં આવ્યા છે. 

આ આઠેય આરોપીઓ અને તેના ગુન્હાહિત ઇતિહાસ વિશે વાત કરીએ તો (૧) (ગેંગ લીડર) મુસ્તાક ઉર્ફે બાઠુ નુરમહમદભાઇ ચૌહાણ જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૮ ગુના નોંધાયેલા છે.(૨) જીગ્નેશ ઉર્ફે જેક મહેશ ચોમલ ખારવા, જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૮ ગુના છે.(૩) જોકીકુમાર મહેશભાઇ પટેલ જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુનાઓ નોંધાયેલા છે.(૪) રવિ પાલાભાઇ ચાવડા રબારી જેની વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ४ ગુના છે.(૫) પ્રતાપ જેન્તીલાલ થાવર ખારવા રહે.વેરાવળ વાળા વિરૂધ્ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુના છે.(૬) રમેશભાઇ બચુભાઇ, વાજાની વિરૂધ્ધમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૭ ગુના છે.(૭) જયેશ ઉર્ફે જયુ રામભાઇ મારૂ રબારી રહે.વેરાવળ,વાળા વિરૂધ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૬ ગુના છે (૮)અમિત મનસુખભાઇ ઉડનકટ રહે.વેરાવળ વાળા વિરૂધ્ધમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦ ગુનાઓ છે.આમ, ઉપરોકત ટોળકી વિરૂધ્ધમાં કુલ-૫૫ ગુનાઓ દાખલ થયેલ છે. આ સમગ્ર કામગીરીમાં , સ્થાનિક LCBના પોલીસ કર્મીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે