મુકેશ અંબાણીએ AI ઈમ્પૅક્ટ સમિટમાં આપ્યું મહત્વનું નિવેદન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-19 23:40:08

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે." 

Reliance to invest ₹10 trillion in AI over next 7 years: Mukesh Ambani |  Tech News - Business Standard

મુકેશ અંબાણીએ AI ઈમ્પૅક્ટ સમિટમાં કહ્યું છે કે " પ્રિય મહેમાનો અને મારા પ્રિય દેશવાસીઓ, નમસ્તે. આ ગ્લોબલ AI ઈમ્પેક્ટ સમિટ ભારતના ટેકનોલોજી ઈતિહાસમાં એક મહત્વનો પડાવ છે. આજે ભારત સંકલ્પ લીધો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા 2047 સુધી “વિકસિત ભારત”નું સપનું પૂરું કરવું છે, એટલે કે સ્વતંત્રતાના 100 વર્ષ પૂરાં થાય ત્યારે ભારતને સંપૂર્ણ વિકસિત દેશ બનાવવાનો છે. આ સમિટ માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું માર્ગદર્શન આપણાં માટે ગૌરવની બાબત છે. તેમજ માનનીય મંત્રી શ્રી વૈષ્ણવજી અને તેમની ટીમે આ ભવ્ય આયોજન માટે ખૂબ પ્રશંસા લાયક કામ કર્યું છે. AI માત્ર એક નવી ટેકનોલોજી નથી. આ એવી શક્તિ છે જે મશીનોને વધુ ઝડપથી, સમજદારીથી અને સ્વતંત્ર રીતે કામ કરવાની શક્તિ આપે છે. હું AI ને “અક્ષય પાત્ર” જેવું માનું છું – જે અનંત લાભ આપી શકે. યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો AI ગરીબી દૂર કરી શકે અને દરેકને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે. આજે દુનિયા સામે પ્રશ્ન છે – શું AI થોડા લોકો સુધી સીમિત રહેશે કે બધા માટે ઉપલબ્ધ બનશે? ભારત માને છે કે AI સૌ માટે સસ્તું, સરળ અને ઉપયોગી હોવું જોઈએ. ભારત પાસે મોટી યુવા જનસંખ્યા, મજબૂત લોકશાહી, ઝડપી વિકાસ અને મજબૂત ડિજિટલ માળખું છે. 

આજ ભારતમાં:

* લગભગ 100 કરોડ લોકો ઇન્ટરનેટ વાપરે છે.

* આધાર દ્વારા 140 કરોડને ડિજિટલ ઓળખ આપવામાં આવી છે.

* UPI  પર દર મહિને 12 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે. 

* ભારત વિશ્વના ટોચના સ્ટાર્ટઅપ દેશોમાં છે.

જિયોએ ઇન્ટરનેટ દરેક સુધી પહોંચાડ્યું. હવે જિયો ભારતને “ઇન્ટેલિજન્સ યુગ” સાથે જોડશે. અમે AIને સસ્તું અને સૌ માટે ઉપલબ્ધ બનાવવાનો સંકલ્પ લઈએ છીએ. આ માટે રિલાયન્સ અને જિયો આવતા સાત વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. AIમાં સૌથી મોટો પડકાર છે – મોંઘું અને મર્યાદિત “કમ્પ્યુટ”. 

તેથી:

* જામનગરમાં મોટા AI ડેટા સેન્ટર બનાવાશે.

* ગ્રીન ઊર્જા (સોલાર પાવર)નો ઉપયોગ થશે.

* દેશભરમાં એજ કમ્પ્યુટ નેટવર્ક બનાવાશે જેથી AI સેવાઓ ઝડપથી અને સસ્તી મળે.

અમારા પાંચ મુખ્ય સિદ્ધાંત છે: 

1. AIનો ઉપયોગ ઉદ્યોગ, ખેતી, નાના વ્યવસાય અને સામાન્ય લોકો માટે.

2. તમામ ભારતીય ભાષામાં AI ઉપલબ્ધ કરાવવું

3. સુરક્ષા અને ડેટાની ગોપનીયતા પર ભાર.

4. AI નવી રોજગારી બનાવશે.

5. મજબૂત ભાગીદારી અને ઇકોસિસ્ટમ બનાવવી.

જિયો શિક્ષા દ્વારા વિદ્યાર્થીઓને AI શિક્ષણ સહાય મળશે.

જિયો આરોગ્ય દ્વારા સ્થાનિક ભાષામાં તબીબી માર્ગદર્શન મળશે.

જિયો કૃષિ દ્વારા ખેડૂતોને સરળ સલાહ મળશે.

ભારત દુનિયાને જોડતો પુલ બની શકે છે – ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ વચ્ચે. AI સહકારથી આગળ વધે છે, ટકરાવથી નહીં.

ચાલો, બુદ્ધિ સાથે સંવેદના જોડીએ અને AI દ્વારા સમગ્ર વિશ્વ માટે સારું ભવિષ્ય બનાવીએ.

જય હિંદ. ????????" 



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.