કોરોના કેસમાં ફરી જોવા મળ્યો ઉછાળો, 24 કલાકમાં આટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-20 15:13:32

દેશમાં કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈ ફરી એક વખત ચિંતાનો વિષય ઉભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 918 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 6350 પર પહોંચી ગઈ છે.


છેલ્લા 24 કલાકમાં થયા 4 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા એવું લાગતું હતું કે કોરોના અંત તરફ આગળ વધી રહ્યો છે. એકદમ ઓછા કેસ નોંધાતા હતા. કોરોના જાણે નાબુદ થઈ ગયો હોય તેવું લોકોને લાગતું હતું. કોરોનાના ઘટતા કેસને લઈ લોકો પણ એકદમ લાપરવાહ બની ગયા હતા. પરંતુ ફરી એક વખત કોરોના પગ પેસારો સમગ્ર દેશમાં કરી રહ્યો છે. કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 918 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 4 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થઈ છે. રાજસ્થાનમાં બે લોકોના મોત થયા છે જ્યારે કેરળ અને કર્ણાટકમાં એક એક લોકોના મોત થયા છે.

 

કેન્દ્રએ રાજ્ય સરકારને સતર્ક રહેવા કરી અપીલ  

દેશમાં કોરોનાની સાથે સાથે H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.  H3N2ના સંક્રમણમાં અનેક લોકો આવી રહ્યા છે. એક તરફ કોરોનાના વધતા જતા કેસ તો બીજી તરફ H3N2ના કેસે ચિંતા વધારી છે. દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કેરળમાં 1796 કેસ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં 1308 જેટલા એક્ટિવ છે. ગુજરાતમાં 740 જેટલા એક્ટિવ કેસોની સંખ્યા છે. તેલંગાણામાં 237 એક્ટિવ કેસ છે જ્યારે દિલ્હીમાં 209 એક્ટિવ કેસ છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસને લઈ સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર પ્લાન તૈયાર કરી રહી છે. રાજ્યોને કેન્દ્ર સરકારે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ લોકોને પણ અનેક સાવચેતી રાખવા અપીલ કરી છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે