અદાણીને લોન આપનારી બેંકો પર તવાઈ, RBIએ ધીરાણની વિગતવાર જાણકારી માગી


  • Published By :
  • Published Date : 2023-02-02 14:00:20

અદાણી ગ્રુપના આજકાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. હિંડેનબર્ગ રિપોર્ટ જાહેર થયો ત્યારથી અદાણીની તમામ કંપનીઓના શેરોમાં જોરદાર કડાકો બોલાયો છે. શેરબજારમાં અદાણી ગ્રૃપના શેરોનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. જો કે હવે અદાણીને લોન આપનારી બેંકો પર પણ તવાઈ બોલાઈ છે. રિઝર્વ બેંકે અદાણી ગ્રુપને ધીરાણ આપનારી બેંકોને લોનની વિગત અંગે જાણકારી માગી છે.  


સીટી ગ્રુપ અને ક્રેડિટ સુઈઝે  આપ્યો ઝટકો


સીટી ગ્રુપની વેલ્થ યુનિટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની આ મોટી બેંકે ગૌતમ અદાણીએ ગ્રુપની કંપનીઓની સિક્યુરીટીઝને લેવાનું બંધ કરી દીધું છે. સીટી ગ્રુપે એક ઈન્ટરનલ મેમામાં કહ્યું વર્તમાન સમયમાં અમે અદાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સિક્યોરિટીઝની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપની ફાયનાન્સિયલ હેલ્થ સાથે જોડાયેલી નેગેટીવ બાબતો બાદ સ્ટોક અને બ્રાંડની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે. સીટી બેંકની જેમ જ ક્રેડિટ સુઈઝે અદાણી ગ્રુપે ઝટકો આપ્યો છે. ક્રેડિટ સુઈઝે પણ હિડેનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓની સિક્યુરિટીને લેનાનું બંધ કરી દીધું છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.