અદાણી કેસ: સુપ્રીમે SEBIને 3 મહિનાનો આપ્યો સમય, 14 ઓગસ્ટ સુધી રિપોર્ટ સોંપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-17 16:50:43

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માગ કરનારી અરજી પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ કેસની તપાસ માટે વધુ સમય માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધી એટલે આગામી ત્રણ મહિના સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. 


સેબીએ માંગ્યો હતો 6 મહિનાનો સમય


અત્રે ઉલ્લેખનિય છે કે આ અદાણી કેસની તપાસનો રિપોર્ટ સોંપવા માટે સેબીએ કોર્ટ સમક્ષ 6 મહિનાનો વધુ સમય માંગ્યો હતો. સેબીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ કેસ ખુબ જ જટિલ છે તેથી તેને વધુ સમય આપવામાં આવે. જો કે કોર્ટે 6 મહિનાના બદલે માત્ર ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે ત્રણ મહિનામાં જ વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ સોંપે.  


સેબીએ સુપ્રીમમાં શું કહ્યું?


સેબીએ સોમવારે કહ્યું કે આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે અદાણી ગ્રૂપની કોઈ પણ લિસ્ટેડ કંપની આ 51 કંપનીઓનો હિસ્સો નહોતી. કોર્ટે  તેણે કહ્યું કે વર્ષ 2016થી ચાલી રહેલી તેમની તપાસમાં અદાણીની કંપનીઓનો સમાવેશ થતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. 88 પાનાના આ રિપોર્ટમાં હિંડનબર્ગે અદાણી પર એકાઉન્ટમાં હેરફેર, શેરોનું ઓવર પ્રાઈસિંગ, સહિતના અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા.  



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.