BJPમાં જોડાવા મુદ્દે અજીત પવારે કર્યો ખુલસો, 'હું NCPમાં જ છું અને NCPમાં જ રહીશ'


  • Published By :
  • Published Date : 2023-04-18 16:51:35

મહારાષ્ટ્રમાં ફરી મોટી રાજકીય ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCPના નેતા અજીત પવાર પાર્ટી સાથેનો છેડો ફાડી નાખે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે આજે અજીત પવારે આ મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે તે એનસીપીમાં જ છે અને NCP સાથે જ જોડાયેલા રહેશે. NCP જે નક્કી કરશે હું ત્યાં જ રહીશ.


હું શરદ પવારનો વફાદાર


અજીત પવારે કહ્યું કે "આજે મને ધારાસભ્યો મળવા આવ્યા હતા. તેઓ રૂટીન કામ માટે આવ્યા હતા. તેનો કોઈ અલગ મતલબ કાઢશો નહીં. હું શરદ પવાર પ્રત્યો વફાદાર છું અને તે જે કહેશે તે જ હું કરીશ. જે મેસેજ અને અફવાહો ફેલાવવામાં આવે છે તે અમારા વિરૂધ્ધ ષડયંત્ર છે".


મોદીની પ્રસંશા કરી ફસાયા અજીત પવાર


અજીત પવારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી, તેટલું જ નહીં તેમણે ઈવીએમ પર પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે તેમને એનડીએમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો છે. તે ઉપરાંત તેમણે શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુળેની પૂણેમાં યોજાયેલી રેલીમાં પણ સામેલ થયા નહોંતા. આ તમામ ઘટનાઓ બાદ તેમની બિજેપીમાં જોડાવાની વાત પાક્કી માનવામાં આવી રહી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.