દિલ્હીમાં પણ બની તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે લાગી આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-06-15 15:32:39

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે આવી જ ઘટના દિલ્હીમાં બની છે. મુખર્જીનગર વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ કોચિંગ સેંટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની છે. બપોરના સમયે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આગની જાણ થતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ નીચે ઉતરવા માટે નાસભાગ કરતા દેખાયા હતા. ત્રીજા માળેથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ દેખાયા હતા.


શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન!

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે વસ્તુઓને પણ મોટા પાયે નુકસાની પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાં થોડા વર્ષો પહેલા તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દિલ્હીમાં પણ આવો અગ્નિકાંડ સર્જાયો છે પરંતુ આ કેસમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. બત્રા સિનેમા પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 


બારીમાંથી કૂદવા છોકરાઓ મજબૂર!

સોશિયલ મીડિયા પર બાળકોને રેસ્ક્યુ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આગ પર કાબુ મેળવવા 11 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ બારી પર લટકી રહ્યા છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં ફાયર એક્ઝિટ ન હતી જેને કારણે વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદવા મજબૂર બન્યા.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે