અયોધ્યામાં આ દિવસે મંદિરમાં થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીને અપાયું આમંત્રણ, 7 દિવસ સુધી ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-13 16:32:09

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અહીં ભોંય તળીયાનું કામ પૂરૂ થઈ ગયું છે. ત્રણ માળના રામમંદિરના નિર્માણ માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરમાં રામલલાની મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા આપવામાં આવશે. અયોધ્યામાં મકર સંક્રાતિં બાદ 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા બિરાજમાનની પૂજાને લઈ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અત્યારથી જ તૈયારીઓ થઈ ચુકી છે.


સમગ્ર દેશમાં થશે ભવ્ય આયોજન


રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં મનાવામાં આવશે. અયોધ્યા ઉપરાંત દેશભરના તમામ મંદિરોને સણગારવામાં આવશે. એટલું જ નહીં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે દેશના વિવિધ ભાગોમાં બતાવવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગભગ 7 દિવસ સુધી ચાલશે. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.