અયોધ્યામાં આ તારીખે રામલલ્લાની મંદિરના ગર્ભગૃહમાં થશે પ્રાણ-પ્રતિષ્ઠા, મંદિર ટ્રસ્ટના મહાસચિવે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-28 16:12:35

ભારત જ નહીં પણ દુનિયાભરના રામ ભક્તો અરોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે આજે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તારીખની જાહેરાત કરી દીધી છે. ચંપત રાયે જણાવ્યું કે 22 જાન્યુઆરીના દિવસે રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. 


લાંબી ચર્ચા-વિચારણા અંતે તારીખ જાહેર


શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા માટે અનેક તિથિઓ પર વિચાર-વિમર્સ કરવામાં આવ્યો હતો. અંતમાં 22 જાન્યુઆરી પર રામલલ્લા અંતે મોહર લગાવવામાં આવી હતી. યોગી સરકારના કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ પણ તેને લઈને ટ્વીટ કર્યું છે.  પ્રાણ-પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ગર્ભગૃહનું નિર્માણ ઓક્ટોબર સુધી પુરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામની પ્રતિમા તૈયાર કરવા માટે નેપાળથી ખાસ શાલિગ્રામ શિલા મંગાવવામાં આવી છે. શાલિગ્રામ શિલા કંડારવાનું કામ ઓક્ટોબર સુધી પુરૂ કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે