ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મને લઈ બાબા રામદેવે આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું નમાઝ પઢો પછી જે મનમાં આવે તે કરો


  • Published By :
  • Published Date : 2023-02-03 08:54:48

પોતાના નિવેદનને લઈ યોગ ગુરુ બાબા રામદેવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.  ગુરુવારે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે ઈસલામ અને ઈસાઈ ધર્મ પર વિવાદીત ટિપ્પણી કરતી હતી. બાડમેરમાં એક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા પહોંચેલા બાબાએ કહ્યું કે ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. ઈસ્લામનો અર્થ ફક્ત નમાઢ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. તે સિવાય ખ્રિસ્તી ધર્મને લઈને પણ આકરા પ્રહાર કર્યા હતા.    


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આપ્યું વિવાદીત નિવેદન     

થોડા સમય પહેલા બાગેશ્વર ધામ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ તેઓ ચર્ચામાં હતા ત્યારે ફરી એક વખત મુસલમાનો તેમજ ઈસાઈ ધર્મને લઈ આપેલા નિવેદનને લઈ તેઓ સુર્ખિયોમાં આવી ગયા છે. બાડમેર જિલ્લાના પનોણિયોના તલામાં આયોજીત ધર્મપૂરી મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી જ્યાં તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું. 


ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢ્વાનો - બાબા રામદેવ 

ઈસ્લામ અને મુસલમાનોને લઈ નિવેદન આપતા કહ્યું કે ઈસ્લામમાં 5 ટાઈમ નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. તેમણે કહ્યું ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાજ પઢ્યા બાદ જે મને ફાવે તે કરો, બધુ જ યોગ્ય છે. પછી તે હિંદુઓની છોકરીઓને ઉઠાવો અને જેહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. 


મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે - બાબા રામદેવ 

તે સિવાય ખ્રિસ્તી ધર્મ પર પણ બાબાએ ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે હાલના દિવસોમાં ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. પણ હિંદુઓના ધર્મમાં આવું કંઈ નથી થતું. કુરાન અથવા બાઈબલમાં આવું લખ્યું નથી. પણ આવી વાતો કહેવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે જન્નતમાં દારૂ મળશે તો આવી જન્નત નરકથી પણ બેકાર છે. તમામ જમાતને ઈસ્લામમાં બદલાવાના છે, લોકો આ જ ચક્કરમાં પડ્યા છે. 


ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે - બાબા રામદેવ 

નિવેદન આપ્યા બાદ પોતાના નિવેદન પર તેમણે સ્પષ્ટતા પણ આપી. જેમાં તેમણે કહ્યું કે હું કોઈની ટિકા નથી કરતો, પણ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઈ કહે છે કે આખી દુનિયા ઈસ્લામમાં વાપસી કરશે તો કોઈ કહે છે કે આખી દુનિયા ઈસાઈયતમાં વાપસી કરશે. જે કે વાપસી કરવાનો એજન્ડા તેમની પાસે નથી , પણ હિંદુ ધર્મ સનાતન ધર્મ આવો નથી. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં ઉંઘવાથી લઈને રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ. ધ્યાન અને સેવા કરો. ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે બાકી જાતીઓ આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતિઓમાં વહેંચવામાં આવી છે. 

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.