બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે કરી વાત, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-01-31 12:10:34

આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. સંસદમાં બંને ગૃહોના સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. ખુબ સારી રીતે મંથન કરીને દેશ માટે અમૃત નીકાળીશું. આપણા દેશના બજેટ પર સમગ્ર દુનિયાની નજર છે.


રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને પહેલીવાર સંબોધન કરશે - પીએમ મોદી 

બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પીએમએ જણાવ્યું કે ભારત પહેલા,નાગરિક પહેલાની વિચારધારા સાથે આગળ  વધવું જોઈએ. અમને ઉમ્મીદ છે કે વિપક્ષી નેતા સંસદમાં આ જ વિચાર સાથે આવે. આજે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે. રાષ્ટ્રપતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે વર્તમાન રાષ્ટ્રપતિ સંયુક્ત સદનને પહેલી વાર સંબોધન કરવાના છે જે ગૌરવની વાત છે. આજે નારી સમ્માનનો પણ અવસર છે.

     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.