અદાણી શેરોના ભાવ ગગડતા અદાણી ગ્રુપે લીધો મોટો નિર્ણય, 20 હજાર કરોડનો FPO કર્યો રદ્દ


  • Published By :
  • Published Date : 2023-02-02 13:10:24

હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેર માર્કેટમાં લિસ્ટ કંપનીના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. શેરબજારની વર્તમાન સ્થિતિમાં જૂથની કંપનીઓના શેરમાં જોવા મળેલા કડાકાને કારણે કંપનીએ ફોલોઓન પબ્લિક ઓફર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે અને રોકાણકારોને નાણા પરત કરવાનો નિર્ણય કર્યો છે.  અદાણી ગ્રુપે 20 હજાર કરોડના એફપીઓને રદ્દ કરી દીધા છે. બુધવાર રાત્રે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ એક રુપિયા હતો અને અંતિમ દિવસે આ એફપીઓ ફુલી સબસ્ક્રાઈબ થઈ ગયો હતો.

  

રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય કર્યો  

જાન્યુઆરી મહિનામાં આવેલા હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. ધનિક વ્યક્તિઓના લિસ્ટમાંથી તેમનું નામ નીકળી ગયું હતું. મંગળવારે એચએનઆઈ, ઉદ્યોગપતિ તેમજ ધનિક લોકોના સહકારથી કંપનીનો એફપીઓ 1.12 ગણો ભરાઈ ગયો હતો. ત્યારે બુધવારે મળેલી બેઠકમાં એફપીઓ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં કડાકો આવતા એફપીઓ કરાયો રદ્દ

ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં અમારા બિઝનેસ અને મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખવા માટે રોકાણકારોનો આભાર માનું છું. બજેટના દિવસ દરમિયાન કંપનીના શેરોમાં ભારે લે-વેચ જોવા મળી હતી. 35 ટકા જેટલો ઘટાણો નોંધાયો હતો તે ઉપરાંત અદાણીનું માર્કેટકેપ 50 ટકા જેટલું ધોવાઈ ગયું હતું. ત્યારે અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝે સંપૂર્ણ ભરાઈ ગયેલા એફપીઓને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્તમાન અસાધારણ સ્થિતિને જોતાં રોકાણકારોના હિતમાં એફપીઓના નાણા પરત આપવાનો નિર્ણય કરાયો છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.