ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ મહિલાઓને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સાંભળો નેતાએ એવું તો શું કહ્યું કે વીડિયો થઈ રહ્યો છે વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-08 11:27:40

ઘણી વખત અનેક નેતાઓ એવા નિવદેનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે મહિલાઓ માટે ટિપ્પણી કરી હતી. ભાજપના નેતાએ કહ્યું કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને નીકળે છે કે મન કરે છે તેમને કારમાંથી ઉતારીને લાફો મારી દઉં. તે સંપૂર્ણપણે શુપર્ણખા જેવી જ લાગે છે.

 

ટૂંકાં કપડા પહેરતી મહિલાઓ માટે કરી ટિપ્પણી! 

સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા પોતાના નિવેદનને કારણે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. હનુમાન જયંતીની ઉજવણી દરમિયાન નેતાએ આપેલા નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મહિલાઓ માટે આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે શુપર્ણખાનો ઉલ્લેખ કર્યો હતો.    

 

હનુમાન જયંતીના દિવસનો વીડિયો હોવાનું અનુમાન

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે હનુમાન જયંતીના દિવસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે તેમાં ભાજપના નેતા કહેતા સંભળાય છે કે હું ક્યારેક ક્યારેક જોઉં છું. હું આજે પણ જ્યારે નીકળું છું, ભણેલા ગણેલા યુવાનો, બાળકોને ફરતા જોઉં છું તો ખરેખર એવી ઈચ્છા થાય કે 5-7 એવી થપ્પડ મારૂં કે તેમનો નશો જ ઉતરી જાય સત્ય કહું છું, ભગવાનના સોંગંદ, હનુમાન જયંતી પર જૂઠું નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડા પહેરે છે કે.... આપણે મહિલાને દેવી કહીએ છીએ તેમનામાં દેવીનું સ્વરૂપ જ દેખાતું નથી. એકદમ શૂર્પણખા લાગે છે. ખરેખર સુંદર શરીર આપ્યું છે, જરાક સારા કપડાં પહેરો યાર. બાળકોને સંસ્કાર આપો. હું ખુબ જ ચિંતિત છું.       


 વધી શકે છે ભાજપના નેતાની મુશ્કેલી!

ત્યારે ભાજપના નેતા દ્વારા અપાયેલા આ નિવેદનને લઈ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. મહત્વનું છે કે કૈલાશ વિજવર્ગીય દ્વારા અનેક વખત વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.