કાચા કામના કેદીઓને દંડ અને જામીન માટે સરકાર નાણાકીય મદદ કરશે, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-07 20:26:44

કેન્દ્ર સરકારે જેલમાં બંધ કાચા કામના કેદીઓ માટે નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ કેદીને આર્થિક મદદ કરશે. સરકારનું માનવું છે કે આનાથી જેલોમાં વધી રહેલું ભારણ પણ ઓછું થશે.



કેદીઓને આર્થિક મદદ


ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ યોજના સામાજિક રીતે નબળા, અભણ અને ગરીબ કેદીઓ જેવા ઓછી આવક ધરાવતા લોકોને મદદ કરશે. આ યોજનાથી સરકાર તેમને જેલમાંથી બહાર આવવા માટે આર્થિક મદદ કરશે. યોજનાનો લાભ જેલમાં બંધ ગરીબ લોકો સુધી પહોંચે તે માટે ઈ-જેલ પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવશે. કાનૂની સેવા સંસ્થાઓને પણ મજબૂત કરવામાં આવશે.


કેન્દ્ર સરકાર મદદ કરશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ-2023માં ગરીબ કેદીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ દંડ અથવા જામીનની રકમ ચૂકવી શકતા નથી. ગૃહ મંત્રાલયે કહ્યું કે સરકાર અન્ડર ટ્રાયલ કેદીઓની સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લઈ રહી છે. મંત્રાલયે કહ્યું કે IPCમાં કલમ 436A અને CrPCમાં એક નવા પ્રકરણ  XXIA પ્લી બાર્ગેનિંગનો સમાવેશ કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે