અખાત્રીજના પવિત્ર દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, તીર્થયાત્રીઓનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું


  • Published By :
  • Published Date : 2023-04-22 14:18:24

આજે  શનિવારે અખાત્રીજના પવિત્ર દિવસ પર ગંગોત્રી-યમનોત્રીના કપાટ ઉનાળા દરમિયાન શ્રધ્ધાળુંઓ માટે ખુલી ગયા છે. ગંગોત્રીના કપાટ 12:35 વાગ્યે જ્યારે યમનોત્રીના કપાટ  12:41 વાગ્યે ખુલી ગયા છે. મા ગંગાની ભોગમૂર્તિ અને છડી ગંગોત્રી ઘામમાં બિરાજમાન છે.


CM પુષ્કર ધામીએ ગંગા પૂજન કર્યું   


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પણ આ પ્રસંગે ગંગોત્રી ધામ પહોંચ્યા અને ગંગા પૂજન કર્યું હતું. પૂજા-અર્ચના બાદ વિવિવત રીતે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા, ત્યાર બાદ યમનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતાં. પુષ્પ વર્ષા સાથે સીએમ ધામીએ તીર્થયાત્રીઓનું સ્વાગત કર્યું હતું.


ગંગોત્રીના પોર્ટલ ખોલવાની પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ હતી. આ અંતર્ગત શુક્રવારે મુખબાથી મા ગંગા કી ડોળી આર્મી બેન્ડની ધૂન સાથે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. માતા ગંગાની વિદાય વખતે મુખબા ગામના ગ્રામજનો ભાવુક બની ગયા હતા.


ચારધામ યાત્રા શુક્રવારે ઔપચારિક રીતે શરૂ થઈ હતી, જ્યારે શનિવારે બપોરે ગંગોત્રી અને યમુનોત્રી ધામોના દ્વાર ખોલીને યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ હતી. આ પહેલા શુક્રવારે મા ગંગાની ભોગમૂર્તિને ડોળીમાં મુકવામાં આવી હતી અને મુખબા ગામમાંથી ડોળીને આર્મી બેન્ડ, ઢોલ દમૌન અને રાણસીંગે સાથે રાત્રે 12.15 કલાકે ગંગોત્રી ધામ ખાતે રવાના કરવામાં આવી હતી.


7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા 


મુખબા ગામની મહિલાઓએ માતા ગંગાની ડોળીને ફૂલોની વર્ષા કરીને વિદાય આપી. આ પછી તીર્થયાત્રાના પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ મા ગંગાની ડોળી સાથે મુખબાથી જંગલા સુધી 7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા હતા. તે પછી રોડ માર્ગે પગપાળા ભૈરો ખીણ પહોંચ્યા.


અહીં ભૈરો મંદિરમાં માતા ગંગાની ડોળીએ રાતે વિશ્રામ કર્યો. આજે શનિવારે સવારે મા ગંગા કી ડોળી સવારે 8 વાગે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી અને અક્ષય તૃતીયાના રોજ બપોરે 12.13 કલાકે ગંગોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.


રાજ્યપાલે શુભકામનાઓ  પાઠવી


રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (સેની) એ આજે ​​અક્ષય તૃતીયા પર ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના પોર્ટલ ખોલવાના શુભ અવસર પર તમામ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે તમામ ભક્તોને સુગમ, સુખદ અને મંગળમય યાત્રાની શુભેચ્છા પાઠવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.