મોદી સરકાર સંસદમાં લાવશે સિનેમેટોગ્રાફ એક્ટ, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી


  • Published By :
  • Published Date : 2023-04-19 18:46:32

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ફિલ્મોની પાયરેસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે  આ અંગે આગામી સંસદ સત્રમાં સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવામાં આવશે. પાયરસી પર કંઈક કરવું જોઈએ તેવી માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. આ જ કારણે ફિલ્મ જગત, કલાકારો અને ચાહકો સાથે જોડાયેલો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કેબિનેટે મંજૂરી આપી છે કે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 સંસદના આવતા સત્રમાં લાવવામાં આવશે.


ક્વોન્ટમ મિશન માટે મંજૂરી 


તે જ પ્રમાણે મોદી સરકારે નેશનલ ક્વોન્ટમ મિશન માટે પણ મંજૂરી આપી દીધી છે. આ માટે 6,003 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. તેની અંતિમ તારીખ 2023-24 થી 2030-31 છે. આ માટે ચાર હબ બનાવવામાં આવશે. તેઓનું સંચાલન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મિશન ડાયરેક્ટર દ્વારા કરવામાં આવશે. મિશનને માર્ગદર્શન આપવા માટે એક સંચાલક મંડળ હશે. 


ક્વોન્ટમ ટેકનોલોજી શું છે?


ક્વોન્ટમ ટેકનોલોજી એ ભૌતિકશાસ્ત્રની એક શાખા છે. આજના કોમ્પ્યુટરમાં વપરાતી ટેક્નોલોજી કરતાં તેને વધુ સારી ગણવામાં આવે છે. તેનો ઉપયોગ સફળ રહ્યો છે. આ ટેક્નોલોજીએ કમ્પ્યુટિંગમાં ઘણી મદદ કરી છે. આ દ્વારા, ડેટાને પ્રોસેસ કરવા અને તેને તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરવાનું સરળ રહે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.