બિપોરજોય વાવાઝોડા અંગે સરકાર સતર્ક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની અમિત શાહે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-13 18:29:46

બિપોરજોય વાવાઝોડાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગોની સાથે મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાઈ હતી. જે દરમિયાન અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાથી વધુની 3 મુખ્ય યોજનાની જાહેરાત કરી છે. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે- છેલ્લાં 9 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ક્ષેત્રમાંથી ઘણી સફળતા મેળવી છે અને નવી કુદરતી હોનારતોનો સામનો કરવા માટે પોતાને તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે હોનારતોનું સ્વરુપ પણ બદલાયું છે અને તેનો સામનો કરવા માટે ઘણી તૈયારીઓ પણ કરી છે.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 3 યોજનાઓ


અમિત શાહે રાજ્યો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાની ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં 5000 કરોડ રુપિયા રાજ્યોના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને ફાયર સર્વિસને આધુનિકૃત કરવા માટે આપ્યા છે. 2500 કરોડ રુપિયા મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે જેવા મેટ્રો સિટીમાં પૂરથી બચવાની વ્યવસ્થા કરવા માટે આપવામાં આવ્યા છે. તો 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેન્ડસ્લાઈડનો સામનો કરવા માટે નેશનલ લેન્ડસ્લાઈડ રિસ્ક મિટિગેશન સ્કીમ માટે 825 કરોડ રુપિયાની જાહેરાત કરાઈ છે.


હોનારતોનું પ્રમાણ વધ્યું


અમિત શાહે વધુમાં કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં આ ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેને કોઈ નકારી ન શકે પરંતુ અમે સંતુષ્ટ થઈને ન કહી શકીએ કેમ કે હોનારતોએ પોતાનું સ્વરુપ પણ બદલ્યું છે. તેમણે કહ્યું કે સંકટની આવૃતિ અને તીવ્રતા વધી છે, તો અમે અમારી તૈયારીઓને તેની સાથે વધુ વ્યાપક કરવી પડશે. નવા ક્ષેત્રોમાં પણ અનેક જગ્યાઓએ અલગ અલગ પ્રકારની કુદરતી હોનારતોનું અનુભવ જોવા મળી રહ્યો છે. પૂરના નવા ક્ષેત્ર વધી રહ્યાં છે. અનેક નવા સ્થાનો પર પણ ગરમીની લૂ સહન કરવી પડી રહી છે અને હવે આ બધાનો સામનો કરવા માટે અમે તૈયારીઓ કરી છે.  



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.