PM મોદીને મળી મોતની ધમકી, કેરળ યાત્રા દરમિયાન આત્મઘાતિ હુમલાની ધમકીભર્યો પત્ર મળ્યો


  • Published By :
  • Published Date : 2023-04-22 15:08:05

પ્રધાનમંત્રી મોદીને પણ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોદી સોમવારે બે દિવસની કેરળ યાત્રા પર જવાના છે. આ દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીને પણ રાજીવ ગાંધીની જેમ ઉડાવી દેવામાં આવશે. આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, અને તપાસમાં લાગી ગઈ છે.


પત્ર મલયાલમમાં લખાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનના કાર્યાલયમાં કોચીના એક વ્યક્તિ દ્વારા કથિત રીતે મલયાલમમાં પત્ર લખ્યો હતો. તેમણે આ પત્ર ગત સપ્તાહે પોલીસને સોંપ્યો હતો.


પોલીસે તપાસ શરૂ કરી


પોલીસે પત્રની તપાસ શરૂ કરી તો તેમાં એનકે જોની નામની એક વ્યક્તિએ પત્ર લખ્યો હતો. પોલીસે કોચીના મુળ નિવાસી જોની સાથે પૂછપરછ કરીતો તેણે પત્ર લખ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે જોનીએ અન્ય એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો, જે  તેમના પ્રત્યે દ્વેષ રાખે છે. પોલીસે પત્રના લખાણ સાથે જોનીના લખાણને પણ સરખાવ્યું હતું. કેરળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુરેન્દ્રને પ્રધાનમંત્રીની યાત્રા સંબંધિત વીવીઆઈપી સુરક્ષા યોજના ને લિક કરવાને લઈ પોલીસની ટીકા કરી હતી.



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.