રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી થશે માનહાનિનો કેસ! અદાણી મુદ્દે કરેલી ટ્વિટ રાહુલને ભારે પડી! આ તારીખે આ નેતા કેસ કરશે દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-10 10:56:19

અદાણી મુદ્દે વિપક્ષ અનેક વખત આક્રામક દેખાયું છે. કોંગ્રેસ દ્વારા અદાણીને લઈ અનેક સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. ત્યારે શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું સચ્ચાઈ છૂપાવે છે એટલે કે રોજે ભટકાવે છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કે અદાણીની કંપનિયોમાં 20 હજાર કરોડ બેનામી પૈસા કોના છે? અદાણી સાથે રાહુલ ગાંધીએ પાંચ નેતાઓના નામ જોડ્યા અને ટ્વિટ કર્યું. રાહુલ ગાંધીની ટ્વિટમાં હિમંતા બિસ્વા સરમાના નામનો પણ ઉલ્લેખ હતો. જેને લઈ આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ દાખલ કરવાની વાત કરી હતી.

    

ફરી એક વખત અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી 

કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દાને લઈ સરકાર પર અનેક વખત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણી મામલે જેસીપી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરી હતી. જેને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે અદાણી મુદ્દે રાહુલ ગાંધી પણ આક્રામક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અનેક વખત સવાલ પૂછતા આવ્યા છે કે અદાણીમાં રોકાયેલા 20 હજાર કરોડ કોના છે? અનેક વખત આ મુદ્દો રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતો રહે છે. 


અદાણીના નામ સાથે 5 નેતાઓના નામ જોડ્યા? 

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં અદાણીની સાથે 5 નેતાઓના નામ જોડી દેવાયા છે. અદાણીના અક્ષર Aમાં ગુલામ (નબી આઝાદ), D અક્ષર સાથે સિંધિયા (જ્યોતિરાદિત્ય), A અક્ષર સાથે કિરણ (રેડ્ડી), N અક્ષર સાથે હિંમત (બિસ્વા શર્મા) અને I અક્ષર સાથે અનિલ (એંટની)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.       


14 એપ્રિલ બાદ હિમંત બિસ્વા કરશે રાહુલ ગાંધી પર કેસ!

મહત્વનું છે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ બાદ આસામના મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ મંત્રીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અપમાનજનક છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરશે, ત્યારબાદ તેઓ 14 એપ્રિલ બાદ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરશે. 

 Rahul Gandhi: India's Congress leader appeals against jail sentence in  defamation case - BBC News

આ પહેલા પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ થયો છે માનહાનિ કેસ 

મહત્વનું છે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન માટે પણ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. ઉપરાંત બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર તેમનું સંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપી દેવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે