લઘુત્તમ વેતનના અમલ માટે શ્રમ વિભાગે જાહેર કર્યો પરિપત્ર, કર્મચારીઓ અને શ્રમિકોને શું થશે લાભ?, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-03 14:45:19

ઔદ્યોગિક રીતે અગ્રેસર ગણાતા ગુજરાતમાં શ્રમિકોને અન્ય રાજ્યોની સરખામણીએ યોગ્ય લઘુતમ વેતન નથી મળતું તેવી ફરિયાદો અનેક વખત સાંભળવા મળે છે. આ જ કારણે ગુજરાત વિધાનસભામાં ખાસ બીલ પસાર કરવામાં આવ્યું હતું. હવે વિધાનસભામાં જાહેર કરાયેલ લઘુત્તમ વેતનના અમલીકરણ માટે શ્રમ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. 


સરકારે કર્યો આ આદેશ


રાજ્ય સરકારના શ્રમ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો 20થી વધુ કર્મચારીઓ હોય તો ફરજિયાત બેંક ખાતામાં વેતન આપવું પડશે. આ ઉપરાંત 50થી વધુ કર્મચારીઓ હોય તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યમાં વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે. સાથે જ  મૂળ પગાર, PF,દૈનિક ખાસ ભથ્થું પગાર સ્લીપમાં સમાવવાનું રહેશે. કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવવાનો રહેશે.  શ્રમ વિભાગે તમામ વિભાગો, બોર્ડ કોર્પોરેશન, આઉટસોર્સીંગ એજન્સીના કર્મચારીઓ માટે પત્ર લખી આદેશ કરવામાં આવ્યા છે. લઘુતમ વેતન ધારાનો અમલ નહી કરનાર એજન્સીના પેમેન્ટની ચુકવણી નહી થાય. 



કર્મચારીઓને મળશે આ લાભ?


રાજ્યમા વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે. મુળ પગાર, પીએફ, દૈનિક ખાસ ભથ્થુ, લઘુત્તમ વેતન, કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવેશ કરવાનો રહેશે. આઉટસોર્સીંગમા રહેલ કર્મચારી પાંચ વર્ષ પૂરા કરે તો વર્ષના 15 દિવસ લેખે ગ્રેજયુઈટી ચુકવવાની રહેશે.


કેટલો વેતન વધારો થયો? 


તાજેતરમા ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો  કરવામાં આવ્યો છે. જે મુજબ  કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9887.80 મળતું હતું, જે હવેથી રૂ. 12324 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું, જે હવેથી રૂ. 11986 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11,752 મળશે.

કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું જે હવેથી રૂ. 12012 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11752 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9237.80 મળતું હતું, જે હવેથી રૂ. 11466 મળશે.


શેરડી શ્રમિકોને થશે લાભ


શેરડી-કાપણીના કામદારોના લઘુતમ વેતનમાં વધારો જાહેર કર્યો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના લઘુત્તમ દરમાં 100 ટકાનો વધારો કરાયો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોને પહેલા લઘુત્તમ રૂ. 238 પ્રતિ ટન મળતું હતું જે હવેથી રૂ. 476 મળશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.