શિવકુમારની પાર્ટી હાઈકમાન્ડને સ્પષ્ટ વાત, 'મને પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ આપો, ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્ય નથી'


  • Published By :
  • Published Date : 2023-05-18 12:23:16

કર્ણાટકનું રાજકીય નાટક હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટી હાઈકમાન્ડ હજુ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શક્યું નથી. કર્ણાટક કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને દિગ્ગજ નેતાઓ છે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. દરમિયાન હાઈકમાન્ડ માટે કોઈ એકને પસંદ કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદને લઈને અડગ છે.


અઢી વર્ષની ફોર્મ્યુલા પર ચર્ચા


આ દરમિયાન પક્ષમાં અઢી વર્ષની ફોર્મ્યુલાની પણ ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે આ અંગે પણ શરત રાખી છે. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમારનું કહેવું છે કે જો સર્વ સંમતિથી સમજૂતી થાય તો પણ પ્રથમ અઢી વર્ષની મુદત મને આપવી જોઈએ જ્યારે બીજા અઢી વર્ષ સિદ્ધારમૈયાને મળે. ડીકે શિવકુમારનું કહેવું છે કે મને પહેલી ટર્મ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. હું એ પરિસ્થિતિમાં પણ મૌન રહીશ.


હજુ કોઈ નિર્ણય લેવાયો નથી


દિલ્હીમાં ચાલી રહેલા આ વાતાવરણ વચ્ચે બુધવારે બપોરે એવા સમાચાર પણ સામે આવ્યા કે સિદ્ધારમૈયા કર્ણાટકના નવા સીએમ બનશે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડ આ નામ પર સહમત છે. સમાચાર એવા પણ હતા કે તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે, થોડા સમય પછી કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ તેને માત્ર અટકળો જ ગણાવી હતી અને કહ્યું કે નિર્ણય લેવાનો બાકી છે. રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિચાર કરી રહ્યા છે. કોંગ્રેસ જ્યારે પણ નિર્ણય લેશે ત્યારે જાણ કરીશું. આગામી 48-72 કલાકમાં કર્ણાટકમાં અમારી નવી કેબિનેટ હશે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.