જમ્મુ-કાશ્મીરનું ડોડા બનશે બીજું જોશીમઠ? ડોડાના ઘરોમાં પડી રહી છે તિરાડ


  • Published By :
  • Published Date : 2023-02-04 14:14:25

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઘરોમાં તિરાડ પડી રહી હતી. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ જમ્મુ-કાશ્મીરના ડોડામાં બની છે. જમીન ધસી જવાને કારણે 21 મકાનોમાં તિરાડો પડી છે. તિરાડો પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે કયા કારણોસર આ તિરાડો પડી રહી છે તે અંગે સર્વે કરવા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.


ડોડામાં વણસી રહી છે પરિસ્થિતિ 

જમ્મુ-કાશ્મીરના ડોડા સ્થિત નઈ બસ્તી ગાંવમાં જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઘરમાં તિરાડો પડવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. તે ઉપરાંત ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જમીન ઘસવાને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. પ્રભાવિત ઘરોની સંખ્યા 21ની આસપાસ પહોંચી ગઈ છે. આ વાતને લઈ તંત્ર પણ એક્ટિવ થઈ ગયું છે અને આ સ્થળ અંગે તપાસ કરવા  જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 




21 મકાનોમાં પડી તિરાડ

જોશીમઠમાં આવેલા અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતે થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાનું શરૂ થઈ ગયું છે. 21 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ડોડા પ્રશાસન અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા આ અંગે તપાસ કરી રહી છે. ડોડાના ડીએમ અતહર અમીન જરગરે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં એક તિરાડની સૂચના મળી હતી. ધીરે ધીરે આ તિરાડો વધવા લાગી છે.  આ ક્ષેત્ર ધીમે ધીમે ડૂબી રહ્યું છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે