નાણામંત્રી સીતારમણેએ રજુ કર્યું આર્થિક સર્વેક્ષણ, જાણો કેવી રહેશે દેશની આર્થિક વૃધ્ધીની ગતિ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:03:17

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. વર્ષ 2023ના આર્થિક સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં દેશની આર્થિક વૃધ્ધીની ગતિ 6 થી 6.8 ટકા સુધી રહી શકે છે. આ વિકાસ દર ચાલુ નાણાકિય વર્ષમાં 7 ટકાની અનુમાનિત વૃધ્ધી દરની તુલનામાં ઓછી છે.  


ઝડપી આર્થિક રિકવરી જોવા મળી  


સરકારના વાર્ષિક આર્થિક સર્વેક્ષણ 2023ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઝડપી રિકવરી જોવા મળી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું માંગ અને મૂડી રોકાણ વધવાથી વૃદ્ધિને મજબૂતી મળશે.


મજબૂત વૃદ્ધિની અપેક્ષા


આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભારતની વૃદ્ધિની ગાથા ચાલુ રહેશે. આ ખાતરી વૈશ્વિક પડકારો વચ્ચે આવી છે.


આર્થિક સર્વેની મોટી બાબતો


1-આર્થિક સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ચાલુ ખાતાની ખાધ સતત વધતી રહેશે તો ભારતીય રૂપિયા પર દબાણ વધી શકે છે.


2-આર્થિક સર્વેમાં એવી ધારણા છે કે નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિની ગતિ સાત ટકા રહી શકે છે.

સર્વેમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23ના બીજા છ મહિનામાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ધીમી ગતિ, વૈશ્વિક વેપારમાં સંકોચનને કારણે નિકાસ મોરચે કેટલીક ચિંતાઓ ઊભી થઈ છે.


3-આર્થિક સર્વેક્ષણ 2023 માં, તે બાબત દર્શાવવામાં આવી છે કે વિનિમય દરની દ્રષ્ટિએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે તે ખરીદ શક્તિની સમાનતાની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.


4-આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીડીપી વૃદ્ધિની ગતિમાં ઘટાડો થવા છતાં ભારત નાણાકીય વર્ષ 2023-24માં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.