તમિલનાડુમાં વીજળી પ્રધાનના ઘરે પડ્યા EDના દરોડા! પૂછપરછ બાદ તબિયત બગડતા ખસેડાયા હોસ્પિટલ! જાણો કેમ રડી પડ્યા નેતા?


  • Published By :
  • Published Date : 2023-06-14 09:59:42

તમિલનાડુના વીજળી પ્રધાનના ઘરે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસને લઈ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અનેક કલાકો તેમની પૂછપરછ કરવામાં આવી તે બાદ મળતી માહિતી અનુસાર પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.  મંગળવાર મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીના અધિકારીઓ દ્વારા જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેમણે છાતીમાં દુખાવાની વાત કરી અને જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રડી રહ્યા છે

 

ઈડીની કાર્યવાહી થતાં રડી પડ્યા નેતા!

ઈડી દ્વારા અનેક નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે મંગળવાર સવારે તમિલનાડુના વિજળી પ્રધાન વી સેંથિલ બાલાજીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા હતા. ચેન્નઈ સ્થિત તેમના ઘરે અધિકારીઓએ લગભગ 24 કલાક તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ મંત્રીને મની લોન્ડરિંગ કેસને લઈ ઈડીએ કસ્ટડીમાં લઈ લીધા હતા. જ્યારે તે કસ્ટડીમાં હતા ત્યારે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. જેને પગલે તેમને સરકારી હોસ્પિટલ શિફ્ટ કરવામાં  આવ્યા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર બુધવારે વિજળી પ્રધાનની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંત્રી રડી રહ્યા છે જેને લઈ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા આ વીડિયો તે સમયનો છે.

 


હોસ્પિટલ પહોંચી રહ્યા છે નેતાઓ!

ઈડીની કાર્યવાહીનો વિરોધ કરવા મોટી સંખ્યામાં નેતાના સમર્થકો પહોંચ્યા હતા. અને વિરોધ કર્યો હતો. આ મામલે ડીએમકેના નેતાઓનું કહેવું છે કે જ્યારે ઈડી દ્વારા છાપા મારવાની કાર્યવાહી થઈ રહી હતી તે દરમિયાન તેમણે બેચેની થતી હોવાની વાત કરી હતી. જ્યારે વી સેંથિલને કસ્ટડીમાં લેવાય તે બાદ મંત્રી રડતા દેખાયા હતા. ત્યારે તબિયત ખરાબ થવાને કારણે નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલના આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે વીજળી પ્રધાનને મળવા હોસ્પિટલ નેતાઓ પહોંચી રહ્યા છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.