પહેલા પૂજા પછી જનસંબોધન! મધ્યપ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, જાણો મધ્યપ્રદેશની જનતાને કોંગ્રેસે શું આપ્યા વચન?


  • Published By :
  • Published Date : 2023-06-12 15:39:14

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જબલપુર પહોંચ્યા હતા અને ત્યાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. જનસંબોધન કરતા પહેલા તેમણે 101 બ્રાહ્મણો સાથે નર્મદાની પૂજા કરી હતી.

  

પ્રિયંકા ગાંધીએ નર્મદા દેવીની કરી પૂજા!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જબલપુરની મુલાકાતે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નર્મદા દેવીની પૂજા કરી હતી. તેમની સાથે પુર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા. નર્મદા નદીની પૂજા બાદ જબલપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું અને મધ્યપ્રદેશની જનતાને અનેક વચનો આપ્યા હતા. 

મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવી આ ગેરંટી!

ઘોષણા પત્રની જેમ જાહેરાત કરવામાં આવે છે તે રીતે પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા અને જૂની પેન્શન યોજનાને લાગુ કરીશું. સાથે જ માત્ર 500 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે સિવાય મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે નારી સન્માન નિધિ હેઠળ દર મહિને મહિલાઓને દોઢ હજાર રુપિયા આપવામાં  આવશે. તે ઉપરાંત ખેડૂતો માટે જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોની લોન માફી કરવામાં આવશે.  તે ઉપરાંત 100 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કર્ણાટક અને હિમાચલમાં જે ગેરેન્ટી આપી છે તે પૂર્ણ કરી છે.

         



સંબોધનમાં સરકાર પર કર્યા પ્રહાર!      

પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધી આક્રામક દેખાયા હતા. પોતાના સંબોધનમાં તેમણે મહાકાલ લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક પુજારીએ મને વીડિયો મોકલ્યો. ભારે પવનમાં મૂર્તિઓ ઉડી રહી છે. તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. 225 મહિનાની સરકારમાં તેમણે 220 કૌભાંડો કર્યા છે. લગભગ દર મહિને એક નવું કૌભાંડ સામે આવે છે. વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે છેલ્લા 18 વર્ષથી તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. મની પાવર દ્વારા જનાદેશને કચડી નાખવામાં આવે છે. છેલ્લી વખતે તમે અમારી સરકાર બનાવી હતી, પણ જોડ-તોડ અને પૈસાથી ભાજપના લોકોએ અમારી સરકાર પાડીને પોતાની સરકાર બનાવી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.