દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં મોટો ઘટાડો, 329 કરોડ ડોલર ઘટીને 578.45 અબજ ડોલર પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-04-07 21:04:29

દેશની વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળમાં મોટો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન રિઝર્વ 329 મિલિયન ડોલર એટલે કે 32.9 કરોડ ડોલર ઘટીને 578.449 અબજ પર પહોંચ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા બે સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં સારો વધારો થયો હતો અને 24 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 5.977 બિલિયન ડોલર વધીને  578.778 બિલિયન ડોલર થયું હતું. નાણાકીય વર્ષ 2023માં કુલ વિદેશી વિનિમય અનામતમાં  24.23 બિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો.


શા માટે ઘટ્યું ફોરેક્સ રિઝર્વ?


દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો આવવાનું એક કારણ વૈશ્વિક ઘટનાક્રમો છે. આ કારણે દબાણ હેઠળ આવેલા રૂપિયાને મજબુત રાખવા માટે RBI દ્વારા વિદેશી અનામત ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર, 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણની અસ્કયામતો 360 મિલિયન ડોલર ઘટીને 509.691 અબજ ડોલર થઈ ગઈ છે. રિઝર્વ બેંકે કહ્યું કે છેલ્લા સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 279 કરોડ ડોલરથી ઘટીને 45.20 અબજ ડોલર જેટલો રહી ગયો છે.



જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!