મહારાષ્ટ્રના પુણે-સોલાપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-01 15:57:29

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અનેક વખત અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે બુધવાર સવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે-સોલાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં પુર ઝડપથી આવી રહેલી બસ રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

maharashtra 4 dead bus truck collide on pune solapur highway 15 injured Maharashtra: पुणे-सोलापुर हाईवे पर खड़े ट्रक में जा भिड़ी लग्जरी बस, 4 की मौत, 15 घायल

રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે ભટકાઈ બસ 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે સોલાપુર હાઈવે પર ઝડપથી આવી રહેલી બસ ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ એક તરફથી નષ્ટ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એમ્બ્યુલન્સ થકી ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે