PM મોદી અદાણી અને તેમના "ભાગેડુ" વેવાઈ જતીન મહેતાને બચાવી રહ્યા છે: કોંગ્રેસ


  • Published By :
  • Published Date : 2023-04-19 17:10:53

કોંગ્રેસ અને ભાજપ સતત એકબીજા પર  આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. કોંગ્રેસ અદાણી મામલે મોદી સરકારને સતત ઘેરી રહી છે. કોંગ્રેસે બુધવારે અદાણી મુદ્દે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પર નવેસરથી પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેબિનેટ મંત્રીઓ અને ભાજપના સાંસદો પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે અદાણી મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ની તપાસની પણ માંગ કરી હતી.


સરકાર ગૌતમ અદાણીને બચાવી રહી છે


કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે દાયકાઓ સુધી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ સ્કીમ્સમાં સામેલ રહ્યું છે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે અદાણી મુદ્દાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો ગૌતમ અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


અદાણીના ફરાર વેવાઈ મુદ્દે સરકારને ઘેરી


કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે શ્રીનેતે એવો પણ દાવો કર્યો હતો કે અદાણીના વેવાઈ હીરાના વેપારી જતીન મહેતા "ભાગેડુ" છે અને તે કથિત રીતે "7,000 કરોડ રૂપિયાની છેતરપિંડી" કરીને દેશ છોડીને ભાગી ગયો હતો. જતીન મહેતાના તાર મોન્ટેરોસા નામની કંપનીઓ ના એક ગ્રુપ સાથે સંકળાયેલું છે. મોન્ટેરોસા ગ્રુપ મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓનું માલિક છે. તે શેલ તમામ કંપનીઓ છે. જેણે અદાણી ગ્રુપમાં બેનંબરના પૈસા લગાવ્યા છે. 


કોણ છે જતીન મહેતા?


જતીન મહેતા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક અદાણી પરિવાર સાથે પણ સંબંધિત છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની પુત્રી કૃપાના લગ્ન જતીન મહેતાના પુત્ર સુરજ મહેતા સાથે થયા છે. આ રીતે તે જતીન મહેતા સંબંધમાં ગૌતમ અદાણીના વેવાઈ થાય છે. જતીન મહેતા વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડના મુખ્ય પ્રમોટર છે.


જતીન મહેતા પર 7 હજાર કરોડ લઈને ફરાર થવાનો આરોપ છે અને 2012થી તેમના કોઈ સમાચાર નથી. અત્રે ઉલ્લેખનિય છે કે યુપીએ શાસન દરમિયાન જતીન મહેતાએ 13 ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી 7 હજાર કરોડ રૂપિયા લોન તરીકે લીધા હતા, જોકે લોનના બદલામાં તેમણે તેમની કોઈ પ્રોપર્ટી ગીરો મુકી નહોતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.