ઓવરટાઇમ વર્ક એલાઉન્સ માગતા સરકારી કર્મચારીઓને સુપ્રીમ કોર્ટની લપડાક, જાણો શું હતો મામલો


  • Published By :
  • Published Date : 2023-04-24 14:28:10

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ કામને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ વર્ક એલાઉન્સ મેળવવા અંગે કહ્યું  કે સરકારી કર્મચારીઓ તે આ માટે હકદાર નથી. આ આ બાબત વળતરની શ્રેણીમાં આવતું નથી. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી વિપરીત, સરકારી કર્મચારીઓ કેટલાક અન્ય વિશેષાધિકારો સિવાય પગાર પંચના સુધારાના લાભોનો આનંદ માણે છે.


SPMCIના કેસમાં આપ્યો ચુકાદો


સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તેના કર્મચારીઓ વચ્ચે ઓવરટાઇમ ભથ્થાને લઈને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ કેસની સુનાવણી હાથ ધરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઓવરટાઇમ વર્ક એલાઉન્સનો દાવો કરવોએ નિયમો અનુસાર નથી, જેના કારણે તેનો દાવો કરી શકાય નહીં. 


બોમ્બે હાઈકોર્ટનો  ચુકાદો ફગાવ્યો


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ અને પંકજ મિથલની ડિવિઝન બેન્ચે સરકારી નિયમને ટાંકીને બેન્ચે કહ્યું કે હકીકતમાં કર્મચારીઓને ઓવરટાઇમ ભથ્થાની ચૂકવણીની માંગણી કરવાનો કોઈ અવકાશ નથી. ફેક્ટરીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકોથી વિપરીત, સિવિલ પોસ્ટ્સ, રાજ્ય સિવિલ અને કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ નિયમો અનુસાર સરકારના નિયંત્રણ હેઠળ હોવા જોઈએ. આ કર્મચારીઓ ઓવરટાઇમ ભથ્થાની માંગ કરી શકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કોર્પોરેશનના કર્મચારીઓને પણ ઓવરટાઇમ ભથ્થું મળવું જોઈએ તે અંગે બોમ્બે હાઈકોર્ટે સંમતિ આપી હતી. ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશોને બાજુ પર રાખ્યા છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.