દેશમાં H3N2 વાયરસે ચિંતા વધારી, પુંડુંચેરીમાં શાળાઓ 26 માર્ચ સુધી બંધ રાખવાનો સરકારનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 18:15:45

કોરોના બાદ હવે દેશ પર H3N2નો ખતરો તોળાઈ રહ્યો છે, દેશના વિવિધ રાજ્યોમાં H3N2ના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. રાજ્ય સરકારો પણ આ મુદ્દે એક્શન મોડમાં આવી છે. રાજ્ય સરકારોએ આનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશ આપ્યા છે. આ સાથે આ વાયરસથી સંબંધિત કોઈપણ દર્દી વિશે માહિતી માંગવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પુંડુંચેરી દેશનું આવું પહેલું રાજ્ય બન્યું છે, પુંડુંચેરીના શિક્ષણ મંત્રીએ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.


પુંડુંચેરીમાં સરકાર એક્શન મોડમાં


પુંડુંચેરીમાં વધી રહેલા  H3N2 વાયરસ અને ફ્લૂના કેસને જોતા રાજ્યના શિક્ષણ મંત્રી એ. નમસિવાયમે શાળાઓમાં રજા જાહેર કરી છે. પુંડુંચેરીમાં 16 માર્ચથી 26 માર્ચ સુધી સ્કૂલ બંધ રહેશે. હાલમાં આ નિર્ણય ધોરણ 1 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના સમયપત્રક મુજબ ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે  પુંડુંચેરીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના 79 કેસ નોંધાયા છે.


શું છે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો?


ભારતમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના પ્રકોપે ચિંતા વધારી છે, કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં H3N2 ના 451 કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું વગેરે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે