સરકારે CAPF ભરતીઓમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, જાણો શું લાભ થશે


  • Published By :
  • Published Date : 2023-04-07 18:43:43

અગ્નિવીરો માટે સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે, કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની નવી શ્રેણી બનાવવાની મંજૂરી આપી છે. નિશ્ચિતપણે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા પગલાથી અગ્નિવીરોને રાહત મળશે અને તેમને ફાયદો થશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં જ  1.30 લાખ કોન્સ્ટેબલની ભરતી કરશે. તેમાંથી 10 ટકા પોસ્ટ અગ્નિવીરો માટે અનામત હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કુલ 1,29,929 પદોમાંથી 1,25,262 પુરૂષો અને 4,667 મહિલા ઉમેદવારો માટે હશે. 


આ છે યોગ્યતાના માપદંડ 


ઉમેદવારો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10 પાસ રાખવામાં આવી છે. આ ભરતી જનરલ ક્યુટી કેડરના કોન્સ્ટેબલની જગ્યાઓ માટે છે. તેમને સામાન્ય કેન્દ્રીય સેવામાં ગ્રુપ-સી નોન-ગેઝેટેડ કેટેગરીમાં મૂકવામાં આવશે. તમામ ખાલી જગ્યાઓ ભારતીય નાગરિકો માટે છે. નિવૃત્તિ 60 વર્ષની ઉંમરે થશે, વય મર્યાદા 18 થી 23 વર્ષ રાખવામાં આવી છે.


અનામત ઉમેદવારોને મળશે આ લાભ


સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, પ્રથમ બેચને મહત્તમ પાંચ વર્ષની અને ભૂતપૂર્વ અગ્નિવીરોને ત્રણ વર્ષ સુધીની વયમાં છૂટછાટ મળશે. તેઓએ શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટ (PET)માંથી પણ પસાર થવું પડશે નહીં. SC-ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અને OBCને ત્રણ વર્ષની છૂટ મળશે. તે સાથે જ PM મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે. તેમાંથી સૌથી વધુ 50 હજાર નોકરીઓ રેલવે વિભાગમાં છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે