ઈંડિગો એરલાઈન્સ ફરી આવી ચર્ચામાં, જાણો પેસેન્જરે ફ્લાઈટમાં એવી શું હરકત કરી કે તેની વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-31 17:35:16

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી કિસ્સાઓ સામે અવારનવાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે ફરી એક વખત ફ્લાઈટથી ન્યુઝ સામે આવી છે જેમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી હતી. ફ્લાઈટમાં સિગરેટ પીવાની કોઈ સુવિધા નથી હોતી. એટલે જ્યારે પેસેન્જરે સિગરેટને સળગાવી ત્યારે ફાયર એલાર્મ વાગ્યું હતું. જેને લઈ ફ્લાઈટમાં હોબાળો થયો હતો. આ સમગ્ર ઘટના ઈન્ડિગો ફ્લાઈટમાં બની હતી. 


ફ્લાઈટમાં પેસેન્જરે સળગાવી દીધી સિગરેટ 

ફરી એક વખત ઈન્ડિગો ફ્લાઈટ ચર્ચામાં આવી છે. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ફ્લાઈટમાં એક પેસેન્જરે હોબાળો કર્યો હતો. ફ્લાઈટમાં સ્મોકિંગ કરવાની મનાઈ હોય છે. પરંતુ આ પેસેન્જરે ટોઈલેટમાં જઈ સિગરેટ સળગાવી દીધી. જેને કારણે ફાયર એલાર્મ વાગ્યું. ફાયર એલાર્મ વાગતા ક્રૂ મેમ્બર અને પેસેન્જરો એલર્ટ થઈ ગયા હતા. 


પેસેન્જર વિરૂદ્ધ કરવામાં  આવી કાર્યવાહી 

ફાયર એલાર્મ વાગતા ઉડતી ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે એક પેસેન્જર ટોઈલેટમાં બેસી સિગરેટ પી રહ્યો હતો. તરત જ સિગરેટને બુઝાવી દેવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થતા જ પેસેન્જરને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. પેસેન્જર વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને મળતી માહિતી અનુસાર પેસેન્જરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.    

  

આ પહેલા પણ ઈન્ડિગો ફ્લાઈટ આવી છે ચર્ચામાં 

નશામાં ધૂત પેસેન્જરો એવી હરકતો કરી દેતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. 26 માર્ચે ગુવાહટીથી દિલ્હી જઈ રહેલી ઈંડિગોની ફ્લાઈટમાં એક પેસેન્જરે ઉલટી કરી લીધી હતી. તે પહેલા પણ 26 નવેમ્બરે પણ એવી ઘટના બની હતી જેની ચર્ચાઓ અનેક જગ્યાઓ પર થઈ હતી. નશામાં ધૂત એક પેસેન્જરે બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધી હતી. આ વાતને લઈ પણ ઘણો હોબાળો થયો હતો. પોલીસે પેસાબ કરનાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.    


જો પેસેન્જર સ્મોકિંગ કરતા પકડાય તો શું થાય કાર્યવાહી?

જો તમે ફ્લાઈટમાં સિગરેટ પીતા પકડાવ છો તો તમારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ફ્લાઈટમાં સ્મોકિંગને લઈને નિયમની વાત કરીએ તો ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1937ના સેક્શન 25માં જણાવાયું છે કે ફ્લાઈટમાં સ્મોકિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે તમે ફ્લાઈટમાં સ્મોકિંગ નહીં કરી શકો. જો કોઈ પેસેન્જર ધ્રૂમપાન કરતા ઝડપાય છે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાઈ શકે છે. નિયમો અનુસાર ફ્લાઈટમાં હંગામો કરવો, ધ્રૂમપાન કરવું, દુર્વ્યવહાર કરતા કોઈ પેસેન્જર પકડાય છે તો પેસેન્જરને મુસાફરી કરતા અટકાવાઈ શકાય છે. વિમાનમાંથી પણ ઉતારાઈ શકાય છે.   


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.