જમીયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ આપ્યું નિવેદન, કહ્યું ઈસલામ સૌથી જૂનો ધર્મ છે


  • Published By :
  • Published Date : 2023-02-11 16:42:29

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મહમૂદ મદનીએ કહ્યું કે ભાજપ અને આરએસએસથી અમારી કોઈ ધાર્મિક મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે. તેમણે કહ્યું કે ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું જ મદનીનું પણ છે. આ નિવેદન તેમણે જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં આપ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે વિવિધ સામાજીક જૂથો, સમુદાયો અને દેશના તમામ વર્ગો સાથે સંબંધિત છે.


આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે - મદની  

શનિવારના રોજ આયોજીત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં મહમૂદ મદનીએ નિવેદન આપ્યું હતું કે મારી નજરમાં હિંદુ અને મુસલમાન બરાબર છે. તેમણે કહ્યું કે આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ આપણા બહુમતીવાદને અવગણીને જે પણ કાયદાઓ પસાર થશે તેની સીધી અસર દેશની એકતા, વિવિધતા અને અખંડિતતા પર પડશે. 


આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે - મહેમૂદ

પોતાના સંબોધનમાં તેમણેએ પણ કહ્યું કે આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે. એવું કહેવું કે ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો છે તે કહેવું ખોટુ છે અને નિરાધાર છે. ઈસ્લામ ધર્મ બધા ધર્મો કરતા સૌથી જૂનો ધર્મ છે. ભારત સૌથી સારો દેશ છે પરંતુ અહિંયા મુસ્લિમ વિરુદ્ધ નફરતના કિસ્સા સતત વધી રહ્યા છે. હાલના દિવસોમાં ઈસ્લામફોબિયા સતત વધી રહ્યો છે.      


ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું મદનીનું પણ છે  - મહમૂદ       

સમાન નાગરિક મુદ્દાને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોર્ડ માત્ર મુસ્લમાનોનો મુદ્દો નથી, પરંતુ દેશના અલગ અલગ સામાજીક સમૂહો, સમૂદાય, જાતિયો અને બધા વર્ણોથી સંબંધિત છે. તેમણેએ પણ કહ્યું કે અમે આરએસએસના સંચાલકને આમંત્રણ આપી છીએ કે આપસી મતભેદ અને દૂશ્મની ભૂલાવી એક બીજાને ગળે લગાવીએ અને દેશને દુનિયાનું સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી તો તમારે પણ ઈસ્લામ ધર્મથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને આરએસએસથી અમારા કોઈ ધાર્મિક મતભેદ નથી પરંતુ વૈચારિક મતભેદ છે. ભારત જેટલું મોદી અને ભાગવતનું છે એટલું જ મદનીનું પણ છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.