ભાજપના વિરોધમાં મમતા બેનર્જી લાવ્યા બીજેપીનું વોશિંગ મશીન! વિરોધ કરવા મમતાએ કર્યો વોશિંગ મશીનનો ઉપયોગ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-03-31 13:44:13

અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવતો હોય છે. અલગ અલગ રીતે અને અનોખી રીતે નેતાઓ વિરોધ કરતા હોય છે.  ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જે રીતના વિરોધ કર્યો હતો તે હાલ ચર્ચામાં છે. એક વીડિયો તેમનો વાયરલ થઈ રહ્યો છે જેમાં મમતા બેનર્જી વોશિંગ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં સુધી તો બરાબર પણ વોશિંગ મશીન પર લખાવામાં આવેલા લખાણે ધ્યાન ખેંચ્યું. મશીન પર લખવામાં આવ્યું હતું બીજેપી વોશિંગ મશીન. મમતા બેનર્જીએ વોશિંગ મશીનમાં કાળું કપડું નાખ્યું અને સફેદ કપડું બહાર નિકાળ્યું હતું. 

Bengal CM and TMC Leader Mamata Banerjee Washing Machine Protest Against BJP Narendra Modi Govt Watch Video Video: मंच पर 'वॉशिंग मशीन' के साथ दिखीं ममता बनर्जी, काला कपड़ा डाला और व्हाइट निकाला, BJP पर तंज

મમતા બેનર્જીનો ભાજપ પર કટાક્ષ!

ભારતીય જનતા પાર્ટી પર અનેક પાર્ટીઓ દ્વારા એવો કથિત આરોપ લગાવવામાં આવતો હોય છે કે બીજેપીના નેતાઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમે ભાજપના નેતા હોય તો તમારે ડરવાની જરૂર નથી. તેમના નેતાઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાતી નથી જ્યારે બીજી પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં જો તમે બીજી પાર્ટીના નેતાઓ હોવ તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી કરાતી હોય છે પરંતુ જો તમે તે સમય દરમિયાન બીજેપીમાં જોડાઈ જાવ તો તમારા પર લાગેલા આરોપ અને તમારા પર થતી કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે. 

બીજેપીના વોશિંગ મશીનનું જાદુ!

ત્યારે આવી જ વાત જાણે મમતા બેનર્જીએ પોતાના વિરોધ પ્રદર્શનમાં દર્શાવી હતી. મમતા બેનેર્જીએ ગજબ રીતે વિરોધ કર્યો હતો. મમતા બેનર્જી વિરોધ કરવા વોશિંગ મશીન લઈને આવ્યા હતા. વોશિંગ મશીન પર બીજેપી વોશિંગ મશીન લખવામાં આવ્યું હતું. મમતા એ મશીનમાં કાળું કપડું નાખે છે સફેદ કપડું નીકળે છે. સીએમ મમતા બેનર્જી અને તેમની પાર્ટીએ કટાક્ષ કર્યો હતો કે બીજેપી શાસનમાં કેન્દ્રીય એજન્સીના માધ્યમથી વિપક્ષને હેરાન કરવામાં આવે છે. પરંતુ જ્યારે જે એ નેતા ભાજપમાં જોડાઈ જાય છે તો તે નિર્દોષ બની જાય છે. ટીએમસી અને પ્રદર્શનનો વીડિયો પણ ટ્વિટ કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે બીજેપીના વોશિંગ મશીનનો જાદુ.


અખિલેશ યાદવે પણ કર્યો કટાક્ષ!

અખિલેશ યાદવે પણ વીડિયો કર્યો ટ્વિટ તેમણે લખ્યું કે દીદીએ 'ભાજપ વોશિંગ મશીન'નો ડેમો બતાવ્યો, જે ભાજપમાં જોડાયા પછી સફેદ કપડામાં ભ્રષ્ટાચારના સૂટથી લપેટાયેલા લોકોને બહાર કાઢે છે, તેનું અદ્યતન મોડલ યુપીમાં ચાલી રહ્યું છે.  

             



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.