આર્મી જવાનની પત્ની સાથે થઈ છેડછાડ! વીડિયો બનાવી જવાને લગાવ્યા આરોપ! જાણો ક્યાંની છે ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-06-12 11:04:01

ભારતીય સેનાના સૈનિકો દેશની સીમાઓની સુરક્ષા કરતા હોય છે. જવાનો સીમા પર તૈનાત હોય છે એટલે આપણાં મનમાં સલામતીનો ભાવ જાગે છે. અનેક લોકોના દિલમાં આર્મી જવાન માટે અલગ માન અલગ સન્માન હોય છે. એવા અનેક વીડિયો એવા પણ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો આર્મી જવાનોને સેલ્યુટ કરતા દેખાય છે. ત્યારે એક જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની સાથે ગેરવર્તન થયું છે. જવાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે દાવો કરી રહ્યા છે જે તમિલનાડુમાં તેમની પત્નીને અર્ધ નગ્ન કરવામાં આવી અને પછી તેની સાથે મારપીટ કરવામાં  આવી. સમગ્ર ઘટનાનું વર્ણન કર્યા બાદ તે હાથ જોડી વિનંતી કરતા દેખાય છે.


જવાનની પત્ની સાથે થયું ગેરવર્તન!  

મહિલાઓ પર થતાં અત્યાચાર જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. રોજે એવા અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં મહિલા સાથે મારપીટ કરવામાં આવી હોય. ત્યારે એક આર્મી જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પત્ની સાથે છેડછાડ થઈ હોય તેવી વાત કહી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પત્નનીને અર્ધનગ્ન કરવામાં આવી અને તે બાદ મારપીટ કરવામાં આવી. પત્નીને ન્યાય મળે તે માટે પોલીસને કાર્યવાહી કરવા તેમજ મદદ કરવા માટે પ્રાર્થના કરે છે. જે જવાનનો વીડિયો સામે આવ્યો છે તેમનું નામ છે હવલદાર પ્રભાકરન છે, તે તમિલનાડુના રહેવાસી છે હાલ કાશ્મીરમાં તે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમની પત્ની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોય તેવી વાત કહી હતી. 


પોલીસે કરી આ મામલે કાર્યવાહી!

વીડિયોમાં જવાન આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની તમિલનાડુના એક ગામડા લીજ પર દુકાન ચલાવે છે. પરંતુ થોડા સમયથી પત્નીને અનેક લોકો હેરાન કરી રહ્યા છે. દુકાનનો સામાન પણ ફેંકી દીધો હતો તેમજ પરિવાર પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે બાદ મારી પત્નીને અર્ધનગ્ન કરી તેને મારવામાં આવી હતી. આ વાતની જાણ એસપીને કરવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી થશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર જવાનની પત્ની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પોલીસ દ્વારા બે લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.            


પોલીસે જણાવ્યો શું હતો સમગ્ર ઘટનાક્રમ? 

આ મામલે પોલીસે જણાવ્યું કે રેણુગમ્બલ મંદિર સાથે જોડાયેલ જમીન પર બનેલી દુકાન એક વ્યક્તિ દ્વારા જવાનના સસરાને પાંચ વર્ષ માટે 9.5 લાખ રૂપિયામાં લીઝ પર આપવામાં આવી હતી. વ્યક્તિના મૃત્યુ પછી, તેનો પુત્ર દુકાન પાછી માંગતો હતો. તે પૈસા પરત કરવા તૈયાર હતો અને 10 ફેબ્રુઆરીએ કરાર થયો હતો. વધુમાં પોલીસે કહ્યું કે દુકાન આપનાર વ્યક્તિના પુત્રનું કહેવું છે કે જવાનના સસરાએ પૈસા લેવા અને દુકાન છોડવાની ના પાડી દીધી હતી. 10 જૂનના રોજ, જ્યારે તે જવાનના સસરાના પુત્રોને પૈસા આપવા માટે દુકાન પર ગયો, ત્યારે તેઓએ તેના પર કથિત રીતે હુમલો કર્યો. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આ દરમિયાન દુકાનમાં રાખેલો સામાન બહાર ફેંકી દીધો હતો. જવાનની પત્ની અને પત્નીની માતા દુકાનમાં હતા, પરંતુ ટોળાએ તેમના પર હુમલો કર્યો ન હતો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે