મુસલમાનો ભારતમાં સુરક્ષિત છે આવું કહેનારા મોહન ભાગવત છે કોણ? :અસદુદ્દીન ઓવૈસી


  • Published By :
  • Published Date : 2023-06-13 15:23:08

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પોતાના ભાષણોમાં અનેક વખત કહીં ચુક્યા છે કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આ બાબતને લઈ અસદુદ્દીન ઓવૈસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આવું બોલનારા મોહન ભાગવત છે કોણ? 


ઓવૈસીએ કર્યા પ્રહાર


મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે તાજેતરમાં જ આરએસએસના ચીફનું નિવેદન આવ્યું હતું કે ઈસ્લામ જ્યાં પણ ગયો  ત્યાં ખતમ થઈ ગયો છે. પરંતુ માત્ર ભારતમાં  જ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ બંધારણ છે, બંધારણ છે તો અમે સુરક્ષિત છીએ. તમે અમને આક્રમણખોર કહો છો, પરંતું આક્રમણખોર તો આર્યો હતા. આ દેશ કોઈનો છે તો તે આદિવાસીઓ અને દ્રવિડોંનો છે. માનવ વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટી પણ કરી છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.