મલ્લિકાર્જુન ખડગેના ભાષણને સાંભળી સાંસદો હસવા લાગ્યા! હસતા હસતા વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-14 17:14:45

ઓસ્કર એવોર્ડમાં ભારતનો ડંકો જોવા મળ્યો હતો. RRR ફિલ્મના ગીત નાટુ નાટુએ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે જ્યારે ધ એલિફન્ટ વ્હિસ્પર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. ઓસ્કર એવોર્ડ જીતવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ મુદ્દો આજે સંસદમાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે સંસદમાં એક નિવેદન આપ્યું જેને કારણે બધા સાંસદો હસવા લાગ્યા હતા.


PM મોદી પર મલ્લિકાર્જુન ખડગેએ કર્યા શાબ્દિક પ્રહાર  

સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ ગઈ કાલથી થઈ ગયો છે. અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થાય છે સરકારને ઘેરવાનો પ્રયાસ થાય છે. ત્યારે સંસદમાં ઓસ્કર એવોર્ડ જીતેલી ફિલ્મને લઈ ચર્ચા થઈ હતી. ગંભીર મુદ્દાઓ પરતો ચર્ચા થતી હોય છે પરંતુ અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેને લઈ સાંસદો જોર જોરથી હસી પડતા હોય છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં નામ લીધા વગર કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  


મોદીજી આનો શ્રેય પણ ન લઈ લેતા - ખડગે 

ઓસ્કર વિજેતા ફિલ્મોને લઈ સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે હું આ બંને ફિલ્મોને અભિનંદન આપવા માગું છું કે તેમને ઓસ્કર એવોર્ડ મળ્યો. બંને ફિલ્મો દક્ષિણ ભારતની છે. અમને આનો ખૂબ જ ગર્વ છે અને તેમે જે કંઈ પણ કહ્યું અમે તમારી સાથે છીએ. હું તેમને માત્ર આટલી વિનંતી કરું છું કે શાસક પક્ષ આનું ક્રેડિટ ન લેવું જોઈએ કે અમે ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અમે કવિતા લખી છે. મોદીજીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ મારી એકમાત્ર વિનંતી છે. આ નિવેદનને લઈ સાંસદો હસી પડ્યા હતા. સભાપતિ પણ આ નિવેદન સાંભળી હસવાનું રોકી શક્યા ન હતા.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે