મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એકસાથે 13 ગાડીઓ ટકરાઈ, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-27 18:22:35

મહારાષ્ટ્રમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભીષણ અકસ્માતના દ્રશ્યો જોઈને ભલભલાનું હૃદય ધ્રુજી ઉઠશે. અકસ્માત એટલો ગંભીર છે કે એક સાથે 13 વાહનોના ફુરચા નીકળી ગયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, ઘાયલ થયેલા લોકોઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.


ખોપોલી પાસે વાહનોની ટક્કર


મુંબઈ અને પુણેને જોડતા એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આ અકસ્માત થયો હતો. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર દોડી રહેલી એક કારે અચાનક બ્રેક મારી અને તે પછી પાછળ દોડી રહેલા 13 વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયા. આ ભીષણ અથડામણમાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતો ટ્રાફિક પણ બંધ થઈ ગયો છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. બચાવ માટે પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ ટીમ અને મેડિકલ ટીમ ઘટના સ્થળ પહોંચીને ઘાયલોની મદદ કરી રહી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.