દેશની 36 બેંકોને 56,000 કરોડનો ચુનો, ભૂષણ સ્ટીલના નીરજ સિંઘલે કેવી રીતે આચર્યું કૌંભાડ? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 16:04:56

ભારતમાં બેંકોને કરોડોનો ચુનો લગાવીને ફરાર થઈ જવું તે નવી વાત નથી. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા બિઝનેશ મેન તેનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે. જો કે ભૂષણ સ્ટીલના પૂર્વ એમ ડી નીરજ સિંઘલે જે કૌંભાડ કર્યું છે તે તો દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌંભાંડ છે. નીરજ સિંઘલે દેશની 36 બેંકોને 56 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભૂષણ સ્ટીલ હાલ નાદાર થઈ ચુકી છે, અને ટાટા સ્ટીલે તેનું અધિગ્રહણ કર્યું છે.


કેવી રીતે આચર્યું કૌંભાડ?


મીડિયા રિપોર્ટ મુજબ નીરજ સિંઘલે શેલ કંપનીઓ બનાવીને બેંકો સાથે કરોડો  રૂપિયાની છેંતરપિંડી આચરી છે. નીરજે દેશની 36 બેંકોને 56000 રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે.તેણે શેલ કંપનીઓ બનાવી તેની મદદથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ રીતે તેના પર મલ્ટીપલ ટ્રાન્જેક્સનનો આરોપ લાગ્યો છે. બેંકો પાસેથી કંપનીનો બિઝનેશ વધારવા માટે લીધેલી કરોડોની લોન તેના અંગત ઉપયોગ માટે કર્યા હોવાનો બેંકોએ આરોપ લગાવ્યો છે. તેણે આ બેંક લોનનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, શોપિંગ, પાર્ટીઓ કરવા, મોંઘાદાટ કારો ખરીદવા પાછળ ખર્ચ્યા હોવાનો આરોપ લાગ્યો છે.


આ બેંકોને કરોડોનું નુકસાન


 નીરજ સિંઘલે 36 બેંકોના 56000 કરોડ રૂપિયા ઓળવી ગયો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, અલ્લાહબાદ બેંક સહિતનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓએ નીરજ સિંઘલની કરોડોની છેંતરપિંડીનો ખુલાસો કરતા જણાવ્યું કે બનાવટીના ડોક્યુમેન્ટના સહારે બેંકો પાસેથી મોટી લોન ઉપાડી હતી. તેણે ભૂષણ સ્ટીલ મારફતે લેટર ઓફ ક્રેડિટ (LCs) બનાવી અને બેંકો પાસેથી મોટું ફંડ મેળવ્યું હતું.  હાલ તો ઈડીએ નીરજ સામે કેસ દાખલ કરીને તેને 10 દિવસના રિમાન્ડ પર લીધો છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.